Posts

પ્રકરણ:૧૨ અપૂર્ણ.

Image
                      ઈન્સ્પેકટર બોહરાએ દિલદારસિંહને કોલ કરી ટાવર- II માં જોયેલી લાશનો અહેવાલ આપ્યો. આરવને ત્યાં એમ જોઈ શંકા લાગી રહી હતી કે તેનો કઈક ભાગ હશે આ બધામાં. માટે દિલદારે કહ્યું હાથકડી પહેરાવો અને એને રાંદેસણ પોલીસ ચોકી મોકલી દો. બંને અફસર જીપ લઈ આરવને રાંદેસણ પોલીસ ચોકી મૂકવા આવ્યા. દિલદારસિંહે ફોન મૂક્યો. વૃશ્વિક ભંવરે એને વાત કરતાં સાંભળ્યો હતો. તેને જાણવાની જિજ્ઞાસા થઈ. તે દિલદાર સમક્ષ જોઈ રહ્યો. “વેલ... જોયું ને , એફ.બી.આઇ.ના કપ્તાન વૃશ્વિક ભંવર... તમને અહીં લાવ્યા સારું થયુંને. અધૂરી કડીઓ જે છૂટી ગઈ હતી તે હવે જોડાવા લાગી છે. લાગે છે જૂની કેસ ફાઇલ ખોલવી પડશે. ગાડેલા મડદા ખોદવા પડશે... (ભંવર ની:સંકોચ તેની સામે જોઈ રહ્યો , દિલદારને લાગ્યું તેને કઈ સમજ નથી પડી રહી) અરે , તમારા મૃત પત્નીના શરીર જેવુ જ કોઈકનું શરીર ટાવર- II માંથી મડ્યું છે. શક્યત: તે ગીતાંજલીબેન જ હશે , તો એમના કેસની ફાઇલ પાછી ઉઘાડવી પડશે. હવે , તમે અમને કેમ નથી કહેતા શું થયું હતું ભંવર સાહેબ. એફ.બી.આઇ.મ...