Posts

Showing posts from October, 2021

પ્રકરણ:૨ અવૈધ

Image
  આજે પવન ફૂંકાઈ રહ્યો હતો. જો બે મિનિટથી વધારે સમય કાન ખુલ્લા રાખી બ્હાર ફરો તો કાનમાં દુખવા લાગે, માથું ચડે અને શરદી લાગવાની સંભાવના પણ વધી જતી. વાહનો પસાર થતાં બંધ થઈ ગયા હતા. અજવાળું પોંઢવા લાગ્યું. આવી તીવ્ર ઠંડીમાં સૌ પોત-પોતાના ઘરમાં અને ગરમ વસ્ત્રોમાં લપાઈ ગ્યાં’તા. પંખીઓનો કલરવ સંભળાતો બંધ થઈ ગયો. આકાશ આખું સાફ. એક પક્ષી હવામાં નહીં. એક આદમી રખેપાતમાં આવ્યો. ખડકી ખુલવાનો અવાજ સંભળાતા અંદર હુક્કો ગગડાવતો ખેડૂત સજાગ બન્યો. તે ઊભો થઈ દરવાજા પાસે આવ્યો. જાળી પાસે ઉભેલા આદમીએ બંદૂક કાઢી અને સામે તાકી. પળ વારમાં ખેડૂતના કપાળમાં ગોળી ઉતારી દીધી. સૂતળી બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો, તે જમીન પર ઢળી પડ્યો, માથામાંથી પ્રસરતી રક્તધારા જમીન પર જર્જરિત રેખા બનાવા લાગી. આખી શ્રુષ્ટિ નિર્જન, નિર્જીવ અને નીરવ બની ગઈ હતી. જાડ પરથી એક પંખી પણ કશી હરકતમાં ન આવ્યું. એવી નિર્મમ ટાઢ પડી રહી હતી. સૂર્ય ઢળી ગયો, આદમી જતો રહ્યો, ગોવાળિયાની લાશ હિમ થતી રહી. * આરવ હાજર ઉભેલા પોલીસકર્મી પાસે આવ્યો અને પૂછ્યું શું થયું? હવાલદારે જવાબ આપ્યો:”ચોરીનો કેસ છે. આ ભાઈ સામે પેલા ખેતરમાં રે’ છે. ભે...

પ્રકરણ:૧ ગિફ્ટ (Chapter:1 G.I.F.T.)

Image
    લોહિયાળ નગર!  પ્રકરણ:૧ ગિફ્ટ (Chapter:1 G.I.F.T.) [૧૮/૦૨/૨૦૨૦:મંગળવાર]                       કેસરી રંગના અવકાશમાં નિશાનું ઉદયાગમન શરૂ થઈ ગયું. ટાઢ વધવા લાગી હતી. એમ પણ શિયાળાના સમયમાં સાંજે ૬ વાગતા ઠંડી વધતી , અવની પર અંધારું પ્રસરાતા મોઢામાંથી વરાળ નીકળે એવી ઠંડી પડવા લાગતી. ખેતરના રખેપાતમાં એક ઉંમરલાયક ગોવાળિયો ભેંસ દોહી રહ્યો હતો. સફેદ ગુજરાતી વસ્ત્ર , સફેદ મૂછ , સફેદ પાઘડી , કાનમાં સોનાનું જાડું આભૂષણ , પગમાં અને હાથમાં ચાંદીના કડા પહેર્યા હતા. પગમાં કાળા બુટ. જેની કિનારી પર ધૂળ અને ભેંસોના મળની છાપ ઉપસી હતી. પંચાવન-સત્તાવન ઉંમર હશે. તેમણે છાતી પર મોર , સ્વાસ્તિક , ફૂલડાં , તારા અને રંગોળીની ભાત જેવા ચિત્રના ટેટૂ વર્ષો પહેલા છૂંદીને પડાવ્યા હતા. એવી એકાદ - બે આકૃતિ બંને હાથે હતી. ગળા પર ભરતગૂંથણ જેવી ભાત પાડી હતી. તેમની ત્વચા લબડી ગઈ હતી.                     ...