પ્રકરણ:૧૦ વિરક્તિ
અમદાવાદના પશ્ચિમ છેવાડે બાકરોળ ગામ આવેલું હતું. સાત હજારની વસ્તી હશે. ગામમાં એક સરકારી નિશાળ , દવાખાનું , પેટ્રોલ પંપ અને બે-ચાર ફેક્ટરીઓ આવેલી હતી. અન્ય નાની મોટી દુકાનો સિવાય કઈ ખાસ ઇમારત ન હતી. ચોતરફ ખેતરોથી આવરેલા ગામમાં સૌ સંપીને રહેતા. સાંજનો સમય થવા આવ્યો હતો. સીમથી ખેડૂત અને મજૂરો કામ પતાવી , પાછા વળવાની તૈયારી કરી રહ્યા હતા. સીમના માર્ગે ચાલતા-ચાલતા એક આદમી અવાવરું લાગતાં ખેતરમાં ઘૂસી ગયો. રખેપાતમાં એક ગોવાળિયો તેની સાઇકલ સરખી કરી રહ્યો હતો. આદમી ગોવાળિયા સાથે મારામારી કરવા લાગ્યો. લાત , ગડદા અને ધક્કા મારી તેણે ગોવાળિયાને ભોંય ભેગો કરી દીધો. સદનશિબે માર્ગ પરથી પસાર થતા બે ગ્રામજનોએ રખેપાતમાં અવાજો સાંભળ્યા. જિજ્ઞાસાહેતુ બંને અંદર ધસી આવ્યા. રખેપાતનું દ્રશ્ય જોતા તેમનું હૃદય ધબકારો ચૂકી ગયું. ...