પ્રકરણ ૯: પારદર્શિતા
રતનપુર ગામની સીમા એ ચાર બાળકો તેમની રમત પડતી મૂકી કુતૂહલપૂર્વક ટાવર - II તરફ જોઈ રહ્યા હતા . ધુમાડા માં લપટાયેલા ટાવર - II નજીક જવાની ઈચ્છા તો થઈ પણ ડર લાગતો હતો . ત્યાં કંઈક ડ રાવનું હશે તો ? તે કોઈ ના પગ ન ઉપડયા. આગળ ચાલવાની હિંમત ન થઈ . બીજી તરફ ઉજ્જડ વિસ્તારમાં ઊભેલો આરવ સફેદ આવરણમાં ઢંકાયેલા ટાવર - II ને જોઈ અચંબિત પામ્યો હતો . મોટરસાઈકલ પર સવાર થઈ તે પાછો ફર્યો . ભંવરે રોનાલ્ડને કોલ કરી પરિસ્થિતીની જાણકારી આપી હતી. ગિફ્ટ સિટી જતાં જતાં રોનાલ્ડ ને ખ્યાલ આવી ગયો ટાવર - II માં કંઈક અજુગતું થઈ રહ્યું છે . તે ગાડી ચલાવી રહ્યો હતો. જે કર્મચારીઓ ઓફિસ આવવા નીકળી રહ્યા હતા , તેમને કોલ કરી ન આવવા જણાવાનું શરૂ કર્યું. “હલો , તૃપ્તિ ...” “ ય સ , રોનાલ્ડ .” “ તું ક્યાં છે ?” “ ઘરેથી નીકળું છું ઓફિસ માટે .” “ ના રહેવા દે ...