પ્રકરણ ૯: પારદર્શિતા
રતનપુર
ગામની સીમાએ ચાર
બાળકો તેમની રમત પડતી મૂકી
કુતૂહલપૂર્વક ટાવર-II તરફ જોઈ રહ્યા હતા. ધુમાડામાં લપટાયેલા
ટાવર-II નજીક જવાની
ઈચ્છા તો થઈ
પણ ડર લાગતો હતો.
ત્યાં કંઈક ડરાવનું
હશે તો? તે કોઈના પગ ન ઉપડયા. આગળ ચાલવાની
હિંમત ન થઈ. બીજી તરફ ઉજ્જડ
વિસ્તારમાં ઊભેલો આરવ સફેદ આવરણમાં ઢંકાયેલા ટાવર-IIને જોઈ અચંબિત પામ્યો હતો. મોટરસાઈકલ પર સવાર થઈ તે પાછો ફર્યો.
ભંવરે રોનાલ્ડને કોલ કરી
પરિસ્થિતીની જાણકારી આપી હતી. ગિફ્ટ સિટી જતાં જતાં રોનાલ્ડને ખ્યાલ આવી
ગયો ટાવર-IIમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે. તે ગાડી ચલાવી રહ્યો હતો. જે કર્મચારીઓ ઓફિસ
આવવા નીકળી રહ્યા હતા, તેમને કોલ કરી ન આવવા જણાવાનું શરૂ કર્યું.
“હલો, તૃપ્તિ...”
“યસ, રોનાલ્ડ.”
“તું
ક્યાં છે?”
“ઘરેથી
નીકળું છું ઓફિસ
માટે.”
“ના
રહેવા દે. ના આવીશ.”
“શું?” તૃપ્તિએ પૂછ્યું. તેના હાથમાં
મોટું પર્સ હતું. પાસે પડેલા સોફા પર પર્સ રાખી, રોનાલ્ડની
વાત સાંભળવા લાગી.
“એક સિચ્વેશન આવી
પડી છે. તો
ઓફિસ ન આવીશ.
તારા ઘરેથી ઓપરેશન રન
કરવાનું છે.
પોરબંદર કોન્ટેક્ટ કર અને ટ્રેક કર કામ કેટલે પહોંચ્યું. ઓકે?”
“ઓકે.”
“આપણે બને એટલું જલ્દી આતંકીઓને પકડવા જ
પડશે. શું
ખબર આજે કઈક
પ્લાન કર્યો હોય?”
“ઠીક છે, હું અહીથી સિસ્ટમ
લોગ-ઇન
કરું છું.
ઓફિસમાં શું સિચવેશન છે?” તેણે પૂછ્યું.
“વી આર અંડર અટેક! ટાવર-૨ પર
હુમલો થયો છે.”
“વોટ??? કેવી રીતે? કોણે કર્યો?”
“એ જ નથી ખબર. મેં પીરાણા કમિશ્નરરશ્રી સાથે
વાત કરી, તેમણે પોલીસની એક ટીમ અહીં રવાના
કરી દીધી છે.”
“અચ્છા... સાંભળ
રોનાલ્ડ, એક થીયરી મને એકાએક માઈન્ડમાં આવી. આ અટેક અને યોગીતાનું ગાયબ થવું બંને સંલગ્ન હોય શકે છે.”
“હેં? કેવી રીતે?”
“પાછળ બનેલી ઘટનાઓની કડીઓ જોડ. આપડે જ્યારે મીલેટંટ્સનું લોકેશન
સ્પોટ કર્યું એ જ રાત્રે એક સિક્યોરિટી ગાર્ડનું ગાયબ થવું...”
“હા પણ એ તો ઘણાને ગાંધીનગરમાં ફરતાં સાઇકો કિલર પર
ડાઉટ છે.” રોનાલ્ડ અધવચ્ચે બોલ્યો.
“એ હોઈ જ ના શકે. કારણ એ ખૂની ઓન ધ સ્પોટ
મર્ડર કરે છે, યોગિતા જ્યાંથી ગાયબ થઈ ત્યાંથી કઈ મળ્યું નથી. માટે એ સાઇકો કીલર હોય જ ના શકે. ગિફ્ટ સિટી પર અટેક કરવો
સામાન્ય માણસોનું કામ
નથી. મને
લાગે છે આની પાછળ લશ્કર એ તાયબા હોઈ શકે છે. આટલા દિવસોથી આપડે એમના પર નિગરાની રાખી રહ્યા છે, શું એમને શંકા નહીં ગઈ હોય? અહીં સુધી આવવું એમના માટે કઈ
મોટી વાત નથી. બિલ્ડીંગની
બધી માહિતી કોને વધારે ખબર
હોય? સિક્યોરિટી પર્સનને. સૌથી
પહેલા તેમણે યોગિતાને
અગવા કરી.
તેને ઇન્ટેરોગેટ કરી
હશે, એની પાસેથી માહિતી મેળવી ગિફ્ટ
સિટી પર હુમલો કરી દીધો. આ અટેક નોર્મલ નથી
આપણે ખૂબ જ તકેદારી રાખવી પડશે.” તૃપ્તિએ જણાવ્યું.
“ઓકે. જો તારી થિયરી સાચી હોય તો આપણે
બહુ મોટી પ્રોબ્લમમાં છીએ. તું પોરબંદર પોલીસ સાથે સંપર્ક કર અને ઘરે સુરક્ષિત રહેજે. ઠીક
છે? રોનાલ્ડે કહ્યું. તે ગિફ્ટ સિટીના પ્રથમ દ્વારની અંદર પ્રવેશ્યો.
“ઓકે. be careful.” તૃપ્તિએ
કહ્યું.
તેણે ફોન મુક્યો.
રોનાલ્ડને
તરત બીજો કોલ આવ્યો.
તેણે ગાડીના કાચ ઉપર ચડાવ્યા. પ્રથમ પ્રવેશ દ્વારથી આગળ વર્તુળ આવતું. જ્યાં
ત્રણ રસ્તા પડતાં. સીધો રસ્તો ગિફ્ટ હાઉસ જતો, ડાબો માર્ગ ટાવર જતો.
ટાવર તરફ જવા ડાબી બાજુથી U-ટર્ન લેવો પડતો. રોનાલ્ડે તેની નજરે વાદળોથી ઘેરાયેલો ટાવર-II જોયો.
આ દ્રશ્યથી નારાજ થયેલો તે રોષે ભરાયો. તેણે ટાવર-II તરફ
ગાડી વળાવી. વેન પાસે ઉભેલા માણસે રોનાલ્ડની ગાડી અંડરગ્રાઊન્ડ
પાર્કિંગમાં જતા ભાળી. તે
એની પાછળ દોડ્યો.
અંડરગ્રાઊન્ડ પાર્કિંગનો
ટેકરો ઉતરતા બે નાના બંપ આવતા. ટાવર-IIના
સમગ્ર વિસ્તાર જેટલું જ પહોળું પાર્કિંગ ફેલાયેલું હતું. છત પર ઠેર ઠેર પીળી લાઇટ
લગાવી હતી. ABCD લખેલા કુલ ૧૨ બ્લોક્સ હતા. જેની હરોળમાં ૨-૨
પિલ્લર સીધી કતારમાં જોવા મળતા. UTCનું શટર હાલ બંધ હતું.
આખા પાર્કિંગમાં કોઈ વાહન ન હતું. રોનાલ્ડે ડ્રિફ્ટ મારી ગાડી
પાર્કિંગ સ્પોટ પર લગાવી. કોલ
પતાવી તેણે રિયર વ્યૂ કાચમાં સૂટ-માસ્કવાળા વ્યક્તિને
આવતા જોયો. તે
પિસ્તોલ લઇ બ્હાર
નીકળ્યો અને એના તરફ
ગોળી ચલાવી.
રોનાલ્ડ
અત્યંત ક્રોધમાં આવી ગયો હતો. તે
સામી છાતીએ ધડાધડ
ગોળીઓ ચલાવવા લાગ્યો. તેના આવા વર્તનથી
વેનવાળો માણસ ગભરાઈ
ગયો. તેણે પિલ્લરનો ટેકો લીધો.
રોનાલ્ડે
તેને સંતાતા જોયો. તે જમણી કોર ગયો. આદમીને ખ્યાલ આવી
ગયો, રોનાલ્ડ એની પાછળ પડ્યો છે. તેને
થયું અહીંથી જતા રહેવામાં જ ભલું છે. તે પાછો ભાગ્યો.
તેને
ભાગતા જોઈ રોનાલ્ડ મૂંઝાયો.
આદમીના હાથમાં બંદૂક હતી તો કેમ પાછો ભાગે છે? એ
જાણવામાં તેને વધુ રસ પણ ન રહ્યો. તે ફક્ત એક ગોળીનો ગ્રાહક હતો. રોનાલ્ડ તેની પાછળ દોડ્યો અને બરાબર તેના બરડા પર ગોળી
મારી.
ગોળીનો ધડાકો બ્હાર સુધી ગયો. બ્હાર ઉભેલો એક
વ્યક્તિ ગોળીનો અવાજ
સાંભળી એ બાજુ આવ્યો. તેના પગલાનો અવાજ સાફસાફ સંભળાઈ રહ્યો હતો. રોનાલ્ડને નીચે
પડેલા આદમીને તપાસવાની ઈચ્છા જાગી પણ પગલાનો અવાજ આવતા તે લિફ્ટ તરફ ગયો. તે
અંદાજો લગાવી રહ્યો હતો, આઠમા માળે જરૂર આ લોકોએ દહેશત
ફેલાવી દીધી હશે. ટાવર-II પર
હુમલો કરવામાં કોઈને શું ફાયદો થવાનો? તેને આછો
ખ્યાલ આવી રહ્યો હતો.
આવો
હુમલો fbi કે કોઈ આતંકવાદીઓ દ્વારા ન
કરવામાં આવ્યો હોય. જેણે પણ કર્યો હોય તેનું ખરું
લક્ષ્ય અગિયારમો માળ હશે.
અગિયારમાં માળે લીએન શાઓના
રડાર ફ્રી એરક્રાફ્ટના જરૂરી સંશોધન પત્રો અને સૂચિ સાચવીને મૂક્યા છે, સુરતથી મળી આવેલું સિરમ છે. આ ટોળકી જરૂર તેની પાછળ પડી હશે. જો ટોળકીના હાથમાં આ કાગળિયા આવી જાય તો
તેઓ દેશને બરબાદ કરી શકે છે. કોઈ મોટા હથિયાર વાપર્યા વગર કે કોઈ અદ્ભુત
ટેક્નોલૉજીના ઉપયોગ વિના આ લોકો ૨૯ માળની આખી ઇમારતમાં ઘૂસી, ભારતની ગુપ્ત સંસ્થામાં પેસી
શકવાની ક્ષમતા ધરાવતા હોય તો શાઓના કાગળો અથવા સિરમ હાથમાં આવે તો કેવો વિનાશ
સર્જી શકે?
આઠમા
માળે સહકર્મીઓની મદદે જવું જોઈએ કે આગિયારમાં માળે ગોપનીય સૂચિઓ
બચાવા? તેને પ્રશ્ન થયો. અગિયારમાં
માળે જવું વધારે જરૂરી લાગ્યું. કોઈ કાળે શાઓના ડોક્યુમેન્ટ્સ, તેની શોધ
બુરા હાથમાં જવા ન દેવાય પણ બીજી બાજુ તેના સહકર્મીઓ હતા. જેમનો જીવ કાગળો કરતાં વધારે કીમતી હતો. શું
કરવું? તે મૂંઝાયો.
લીફ્ટનો દરવાજો બંધ થયો. બે ક્ષણ અચકાયો ક્યાં જવું? કયા માળનું બટન દબાવવું? એક તરફ સહકર્મી હતા અને બીજી તરફ જરૂરી ગુપ્ત ડોક્યુમેન્ટ. અંતે તેણે નિર્ણય લીધો અને
લિફ્ટનું બટન દબાવ્યું.
*
દિલદારસિંહ મોટરસાઇકલ પર ગિફ્ટના પ્રથમ દ્વાર
તરફ આવી રહ્યો હતો. દૂરથી ધુમાડામાં પરિવર્તિત પામેલા ટાવર-IIને જોઈ તેની આંખો પહોળી થઈ.
તેણે ગતિ વધારી. પ્રથમ દ્વારે ટોલ ચોકી પાસે પોલીસની એક જિપ્સી ઊભી હતી. તેના
પહેલા કોણ પોલીસકર્મી આવ્યો હોય? દિલદારસિંહને શંકા થઈ. GJ 01 લખેલી નંબર પ્લેટ હતી. શું અમદાવાદથી કોઈ આવ્યું હશે? એંટ્રન્સ પોલ આડો હતો. બે-ત્રણ બેરિયર જિપ્સી પાસે
ઊભા હતા. દિલદારસિંહ આવતો દેખાય એટલે અંદર ચોકીમાંથી સુરક્ષાકર્મી પોલ ઉપર કરી દેતા.
સ્પીડ બંપ વટાવી તે દ્વાર પાસે આવી ગયો પણ પોલ ઉપર ન થયો. કોઈ માણસ એટલામાં ન
દેખાયું. તેણે હોર્ન માર્યો પણ કેબિનમાં કોઈ હતું નહીં. વાહન સ્ટેન્ડ પર લગાવી તે
નીચે ઉતર્યો. અચાનક કેબિન પાછળથી, આસપાસ જાડી-ઝાંખરામાંથી
માસ્ક અને સૂટ પહેરલા માનવીઓ નીકળ્યા. તેમના હાથમાં સ્ટન ગન હતી. તે સૌએ રેસ્પીરેટર માસ્ક સાથે પ્રોટેક્શન
સૂટ પહેર્યા હતા. તેમના ખભા
પર ઓક્સિઝન ટેન્ક્સ ભરાવ્યા હતા. તેઓએ દિલદારસિંહનો રસ્તો રોક્યો. તેને હાથ ઉપર કરવા કહ્યું.
“હેંડ્સ અપ!”
મુગ્ધ બનેલા દિલદારસિંહે
પરાણે હાથ ઉપર કર્યા. તેને ખરેખરમાં ટાવર-II જવાની તાલાવેલી જાગી હતી. અત્યારે વધારે ચીડ આ લોકો પર રસ્તો રોકવાની ચઢતી
હતી. ત્યાં જઈ એને ગોળી મારી દીધી હોત તો પણ કદાચ એટલું દુખ ન થાત પણ અહીંયા જ
તેનો રસ્તો રોકી ખેલો પૂરો થઈ જશે, એ વિચારે તેને ખળભળાવી
મૂક્યો. મન થયું જો અહીં જ આ લોકો તેને પતાવાના હોય તો એકાદને મારીને જ મરવું.
તેણે ધ્યાનથી બધા સામે જોયું. તે સૌ નજીક આવી રહ્યા હતા. દિલદારસિંહ તેની બંદૂક
કાઢવાની ગણતરીમાં હતો.
*
આઠમા
માળ અંદર ઓફિસમાં સ્મોક બોંબ્સનો ધુમાડો પાછળ સુધી અસર કરવા લાગ્યો હતો. જે હરોળથી
કર્મચારીઓ ટેબલ નીચે છુપાયા હતા,
એમાંના ઘણા ભાન ગુમાવા લાગ્યા હતા. ભંવરને પણ તમ્મર આવી રહ્યા હતા. તેણે વિચાર્યું
ગમે તે કરી બ્હાર નીકળવું પડશે. અહીં આમ સેંટરલ એસી બધી હવા
બ્હાર લઈ જાય એની રાહે બેસી ન રહેવાય. તે વિચારવા લાગ્યો શું કરી શકાય? ઓફિસના બે દરવાજા હતા. પ્રથમ જે ઉપયોગમાં લેવાતો અને બીજો છેલ્લે જ્યાં
ઈંટરપોલ ઓફિસ કાર્ય કરતી. પાછળનો દરવાજો હંમેશા બંધ રહેતો. ભંવરને પણ ખ્યાલ ન હતો
તે કેવી રીતે ખૂલતો હશે. તેની પાસે ચાવી ન હતી. કદાચ રિસેપ્શન પર ચાવી મળી રહે પણ
ત્યાં જવું કેમનું? અને કોણ આપવાનું?
જો ત્યાં સુધી બ્હાર જઈ શકાતું હોત તો દરવાજો ખોલવાની જરૂર જ ના પડત. આગળના દરવાજા
પાસે ત્રણ જણ ઊભા હતા. પાછળનો દરવાજો ખોલવા તેણે જરૂર કઈક બીજો ઉપાય વિચારવો રહ્યો
અને જલ્દી વિચારવો રહ્યો. થોડી જ વારમાં ઘેનની અસર વધવાની હતી.
છત પર લાગેલી એસીની જાળીઓ તરફ
નજર પડી. એક જાળી પર લીલું સ્ટિકર ચોટાડયું હતું. તેની પાસે સ્મોક ડિટેક્ટર
દેખાયું. એકાએક તેને યોજના સૂજી ગઈ. FBIમાં નોકરી શરૂ કરી ત્યારે સંસ્થા સાથે અભિગમ (orientation) થતું. જેમાં ઓફિસની રહેણીકરણી શીખવવામાં આવતી. દરમિયાન એક સભા યોજાતી.
જેમાં જો તમારા કાર્યક્ષેત્રમાં આગ લાગે તો શું કરવું? એ
માટેના સુરક્ષા નિયમો જણાવી, કેવી રીતે વર્તવું તે શીખવતા. દર
છ મહિને એકાદ વાર મોક ડ્રિલ થતી. મોક ડ્રિલમાં ફાયર ઍલારમ વગાડવામાં આવે અને સૌ
કર્મચારીઓએ માર્ગદર્શિકા પ્રમાણે ‘ASSEMBLY POINT’ પર જવાનું
રહેતું. જો સાચે આગ લાગે તો અતિરેકમાં આવી જાન ન ગુમાવો પડે એ માટે મોક ડ્રિલનો
મહાવરો છ મહિને કરાવામાં આવતો.
ભંવરે મોક ડ્રિલમાં જોયું
હતું, ફાયર અલાર્મ વાગતા સર્વ દરવાજા અને
એંટ્રન્સ પોઈન્ટ ખૂલી જતાં. જો અત્યારે તે આગ લગાડી સ્મોક ડિટેક્ટ કરાવી શકે તો
જરૂર ફાયર અલાર્મથી દરવાજો ખોલી શકાય પરંતુ પ્રશ્ન એ હતો કે આગ કેમની લગાવવી? તેણે તેની બાજુમાં ટેબલ નીચે બેસેલા અઝીઝને પૂછ્યું: “તારી પાસે માચીસ છે?”
“હંહ?” અઝીઝએ ઘેનમાં પૂછ્યું.
“માચીસ કે લાઇટર
છે તારી પાસે?”
“ના.”
“ઈમેન્યુઅલ તારી
પાસે?”
“ના સર.” તે
બોલ્યો.
ભંવર આજુબાજુ જોવા લાગ્યો.
તેણે બાજુમાં કમ્પ્યુટરનું સીપીયુ જોયું. એમાં વાયરોના દોરડા જોયા. તેણે કીબોર્ડનો
વાયર નિકાળયો. અઝીઝ અને ઈમેન્યુયલ તેને જોઈ રહ્યા હતા. ભંવર ઊંડા શ્વાસ લઈ ભાનમાં
રહેવાના પ્રયત્ન કરી રહ્યો હતો. અઝીઝ અને ઈમેન્યુઅલ પણ આંખો પહોળી કરી જોઈ રહ્યા
હતા. આગળ સૌ બેભાન થઈ ગયા હતા.
“કીબોર્ડ અને
માઉસ નિકાળો જલ્દી. ફટાફટ!” ભંવરે તે બંનેની સામે જોઈ કહ્યું.
“તમે શું કરી
રહ્યા છો?” અઝીઝે પૂછ્યું.
“આગ લગાડવી છે, જલ્દી વાયર્સ ભેગા કરો. ઉતાવળ રાખો.”
સીપીયુમાંથી વાયરોના દોરડા ભેગા કરતાં ભંવરે કહ્યું. અઝીઝ અને ઈમેન્યુયલને કઈ
ગતાગમ ના પડી. તેઓ ચૂપચાપ વાયર નિકાળવા લાગ્યા. કમ્પ્યુટરનો પાવર કેબલ નિકાળતા
ભંવર બોલ્યો: “પાવર... પાવર કેબલ નિકાળો. બધા કમ્પ્યુટરના...” તે હાંફી રહ્યો હતો.
“હા. સમજી ગયો
હું!” અઝીઝે કહ્યું અને વાયર્સનો ઢગલો એકઠો કર્યો. તેણે માઉસમાંથી વાયરનો છેડો
ઝાટકા સાથે ખેંચી છૂટો કરી નાખ્યો. એ જ રીતે કીબોર્ડનું કર્યું. ઈમેન્યુયલ પણ
અઝીઝને અનુસરવા લાગ્યો.
અલગ કરેલા વાયર્સ તેણે ભંવર
તરફ ફેંક્યા. ભંવર નીકળેલા છેડાના તાર કાઢી ગોળ ગોળ લપેટવા લાગ્યો. સાત વાયરોના
કોપર તાર નિકાળી,
ભંવરે ગોળ ગોળ વાળી કોઇલની સ્પ્રિંગ બનાવી. આ કોઇલના છેડા વિદ્યુત સોકેટમાં ભરાતા
ગરમ થવાના, વધારે પાવર મળતા કોઇલ બળવા લાગવાની. વાયરોના ઢગલા
પર કોઇલ ચાંપી આગ લગાવાની તેની યોજના હતી. સરળ ભાષામાં કહું તો થોડા વર્ષો પહેલા
પર્ણ કુટીર અને પાન પાર્લર પર સીગરેટ/બીડી ચાંપવાના બોર્ડ લગાડવામાં આવતા હતા.
જેમાં એક સ્વિચ હતી. જેના છેડા સ્પ્રિંગ સાથે જોડેલા હતા. સ્વિચ દબાવતા સ્પ્રિંગ
ગરમ થવા લાગતી અને ત્યાંથી સીગરેટ કે બીડી સળગાવી શકાતી. એવી જ આ રચના હતી. ખાલી
અહી જોખમ એ હતું સેફ્ટી અરથીંગ હોવાના કારણે વાયર આગ પકડશે કે કેમ? અને બીજું જોખમ એ પણ હતું વધારે વૉલ્ટેજ ના કારણે બ્લાસ્ટ થઈ ગયો તો? શું થશે એ તો ભંવર વાયર સોકેટમાં નાખે ત્યારે ખબર પડે.
“કાગળ જોઈશે...
કોઇની પાસે કાગળ છે?” ભંવરે પૂછ્યું.
અઝીઝ અને ઈમેન્યુયલ ખીચા
તપાસવા લાગ્યા. કોઈ કાગળ ન હતા. ઈમેન્યુયલએ તેનું પાકીટ કાઢ્યું.
“મારી પાસે હોય
તો જોઈ લઉં.” તેણે પાકીટમાંથી કેફેટેરિયાની meal coupon કાઢી. તેનું મન ન હતું એ આપવાનું કારણ એ કૂપનથી મફતમાં જમવાનું મળી શકતું.
અઝીઝે કૂપન જોઈ તેના હાથમાંથી ખેંચી લીધી.
“અરે પણ મારે
જમવાનું બાકી છે! હજી ચાર દિવસ સુધી વેલીડ છે.” તે બોલ્યો.
“અબે લલ્લુ લાલ, જીવતો રહીશ તો ખાઈશ ને. નાખ આગમાં!”
અઝીઝ બોલ્યો અને કાગળની મીલ કૂપન ભંવરને આપી.
“અરે યાર...”
ઈમેન્યુયલ નિસાસો નાખતા બબડ્યો.
ભંવરે તારના છેડા બનાવ્યા અને
સોકેટમાં નાખવા તૈયાર થયો. તેનું માથું ભારે થઈ ગયું હતું. તે ભાન ગુમાવી રહ્યો
હતો. હાથમાં તાર પકડી તે ઝોકું ખાવા લાગ્યો. અઝીઝ અને ઈમેન્યુયલએ તે જોયું. અઝીઝે
તેને ઢંઢોળયો. તે થોડો સભાન થયો. તારના છેડા સોકેટના કાણાંમાં નાખવા લાગ્યો પણ તે
ઘેનમાં હતો, હાથ લથડી રહ્યા
હતા, જેથી કરીને તાર અંદર ન હતો ઘૂસી શકતો. અઝીઝ અને
ઈમેન્યુયલ અધીરા બની રહ્યા હતા.
“જલ્દી...”
ઈમેન્યુયલ બોલ્યો.
“એને કાણાંમાં
નાખ! દેખાતું નથી તને?”
અઝીઝ ચિડાયો. ભંવરે તે સાંભળ્યું. તેણે ઊંડો શ્વાસ લઈ આંખો પહોળી કરી તાર નાખવા
પ્રયત્ન કર્યો. પાંચમા પ્રયત્ને તાર અંદર ગયો. ઈમેન્યુયલ રાજી થયો.
તાર ગરમ થઈ લાલ થવા લાગ્યો.
વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. ભંવરે ઈમેન્યુયલની કૂપન તાર સાથે ચાંપી. આગ
પકડાતાં કૂપન તાર-વાયરોના ઢગલા પર મૂકી. (મહેરબાની કરી આવું સાહસ તમારી ઓફિસ કે
ઘરે ટ્રાય ન કરવું. જો તમારા ઘરે કે ઓફિસ પર રેફ્રીજરેટર, એસી, ૨થી વધારે
ટ્યૂબલાઈટ વપરાતી હોય તો શૉટસર્કિટ થવાનું જોખમ રહે છે અને તમને જાનલેવા શૉક(કરંટ)
પણ લાગી શકે છે. વધારે વૉલ્ટેજના કારણે વિસ્ફોટ થવાની પૂર્ણ સંભાવના રહે છે. તો
આવા અખતરા આપતકાલીન સ્થિતિમાં પણ ન કરતાં.)
વાયર્સનો બળતો ધુમાડો ઉઠ્યો.
ભંવર ટેબલની બ્હાર નીકળી સળગતા વાયરોનું ગુચ્છ ફાયર ડિટેક્ટર પાસે લઈ ગયો. ધુમાડો
ડિટેક્ટ થતાં જ સાઇરેન વાગવા લાગ્યો. બ્હાર પરસાળમાં, સર્વિસ લિફ્ટ પાસે અને દરેક ફ્લોરની
સીડીઓ પર લાગેલી લાલ લાઇટ લબક-ઝબક થવા લાગી. એકાએક રણકી ઉઠેલા ઘોંઘાટીયા સાઇરેનથી
આગળ ઉભેલા ત્રણેય ઝપકી ગયા. તેમણે આસપાસ નજર ફેરવી. નાઈટ વિઝનમાં અંતિમ દરવાજેથી
એક માણસ બ્હાર ભાગતો દેખાયો.
“અઝીઝ, ઈમેન્યુઅલ બ્હાર નીકળો ફટાફટ.” ભંવર
બોલ્યો.
ભંવરને ભાગતો જોઈ એક આદમી એ
તરફ આવ્યો, એના હાથમાં
સ્ટન ગન હતી. આ એવી ગન હતી, જેમાંથી કરંટનો ઝાટકો છૂટતો.
સામે માણસનું ચેતાતંત્ર થોડીવાર માટે પેરેલાઈઝ કરવાની ક્ષમતા સ્ટન ગનના એક
ઝાટકામાં રહેલી છે. આવા પ્રકારની બંદુકોનો ઉપયોગ અમેરિકામાં FBI વધારે કરતી. આ બંદૂકની રેન્જ વધુમાં વધુ ૧૫ ફૂટની છે. હાલ, તે આદમીને જો તેની સ્ટન ગનનો ઉપયોગ કરવો હોય તો ભંવરની નજીક જવું પડે.
ભંવર ભાગી ગયો હતો, તેની અને ભંવર વચ્ચે ખાસું અંતર હતું.
ઈમેન્યુઅલ ટેબલની બ્હાર
નીકળ્યો. ભંવર તેમની વાટ જોતો બ્હાર ઊભો હતો. અઝીઝ ગોકડું વળી જમીન પર બેસી ગયો
હતો. ઈમેન્યુઅલે તેને ઢંઢોળયો. અઝીઝ ઢળી પડ્યો. ભંવરે તે જોયું. તેણે ઈમેન્યુઅલને
કહ્યું:
“ચલ જલ્દી, એ બેભાન થઈ ગયો છે1”
ઈમેન્યુઅલ ભંવરની પાછળ ગયો. ધુમાડાના
કારણે તેને સરખું દેખાઈ ન હતું રહ્યું. બ્હાર kioskમાં ખુરશીઓ અને વળાંક સાથે ભટકાતા ભંવર જમણી પેન્ટ્રી તરફ ભાગ્યો.
ઈમેન્યુઅલે પાછળ જોયું. પાછળ પડેલો આદમી સ્વસ્થતાથી ખુરશીઓ ખસેડી તેમની નજીક આવી
રહ્યો હતો. ઈમેન્યુયલ વળાંક પાસે ઊભો રહી ગયો. ભંવર અરધો ઘેનમાં હતો. તેનું ધ્યાન
ન રહ્યું ઈમેન્યુયલ સાથે આવે છે કે નહીં. ઈમેન્યુયલે વિચાર્યું આદમી જલ્દીથી તેમનો
પીછો કરતો આવી જશે. તેનાથી ભાગવા કરતાં એને ત્યાં જ પતાવી આગળ વધવું જોઈએ. એમ માની
તે ઊભો રહી ગયો હતો.
તે દીવાલના ટેકે સંતાઈ ઊભો
રહ્યો. પાછળ આદમી ઝડપથી ચાલતો આવી રહ્યો હતો. જેવો તે વળાંક પાસે આવ્યો ઈમેન્યુઅલે
તેનું ગળું પકડ્યું. પેલાના હાથમાં બંદૂક હતી. ઈમેન્યુઅલે તરત બીજો હાથ તેની બંદૂક
પકડવા ઉગામયો. ક્ષણિકમાં જ આદમીએ સ્ટન ગન ઈમેન્યુયલ પર ફાયર કરી દીધી. કરંટ
પ્રસરતા જ ઈમેન્યુયલ ધ્રૂજવા લાગ્યો. થોડીવારમાં તેનું શરીર નિષ્ક્રિય થઈ ગયું અને
તે નીચે પડ્યો. તેને જમણી કિડની પર શોક લાગ્યો. આદમી આગળ વધ્યો. પેન્ટ્રીથી સીધો
તે લિફ્ટ તરફ બ્હાર આવ્યો. ત્યાં સુધીમાં ભંવર વિલોપ થઈ ગયો.
ભંવર
આઠમાં માળેથી બ્હાર
નીકળવામાં સફળ થયો.
આપાતકાલીન દ્વારથી તે પગથિયા તરફ દોડ્યો. તેની
પાછળ આવતા આદમીને ખ્યાલ ન આવ્યો તે કઈ બાજુ ગયો હશે. રોનાલ્ડને જે વાતની
ચિંતા હતી એ જ બાબત ભંવરને
સતાવી રહી હતી. જો
આ લોકો આઈ.બી. પાસે રહેલા સિક્રેટ ડોક્યુમેન્ટ્સ અને કોમા સિરમ લઈ જવા
આવ્યા હોય તો એમ થવા ન દેવાય.
જેમ
આઠમાં
માળે પાંચ જણની ટુકડી આવી એમ ઉપર પણ પાંચ જણ હશે. તેમના હાથમાં બંદૂક હોય છે માટે સાવચેતીથી જ આગળ વધવું પડે. ભંવર આગિયારમાં માળે આવ્યો. તેને
અગિયારમાં માળની સંરચનાનો ખ્યાલ હતો. અહીં કોન્ફરન્સ રૂમ, હાઉસકીપિંગ
રૂમ્સ, આરામ ખંડ, મેડિકલ રૂમ અને શૌચાલય સીવાય ક્યાંય પાર્ટીશન ન હતા. લિફ્ટથી મુખ્ય પ્રવેશદ્વાર આવતો. રિસેપ્શન સેન્ટર પહેલા મેડિકલ રૂમ આવતો, જ્યાં પ્રાથમિક સારવાર મળતી અને દવા પણ.
રિસેપ્શનથી આગળ સમગ્ર ઓફિસમાં ગમે ત્યાં ફરી શકાય. જમણા
આપાતકાલીન દ્વારથી તે અંદર પ્રવેશ્યો. આ જગ્યાએ નાનું પુસ્તકાલય હતું. ભંવરની
યોજના કામ કરી રહી હતી. એ.સી.ના તેજ પવનના
લીધે સ્મોક બોમ્બની અસર ઓછી થઈ રહી હતી.
છતાં, આગળના ભાગમાં ધુમાડો વધુ હોવાથી તેને
સરખું
દેખાતું
ન હતું. ભંવર
પુસ્તકાલયમાં સંતાઈ તેમને
જોઈ રહ્યો હતો. ધુમાડામાં
ભંવરને ત્રણ માનવકૃતિઓ દેખાઈ. કમ્પ્યુટર
ચાલુ કરવા ૨ જણ મથી
રહ્યા હતા. એક જણ બંનેની વચ્ચે બંદૂક પકડી ઊભો હોય એવું
લાગ્યું. જો દૂર ઊભા રહીને પણ તેને સરખું ન દેખાતું હોય
તો તે લોકો ધુમાડાની વચ્ચે કેવી રીતે કામ કરતાં હશે? તેઓ કેવી રીતે જોઈ શકતા હશે? કેવી રીતે તેઓ આટલી સક્રિયતાથી હલન-ચલન કરી શકતા હોય?
અગિયારમાં
માળની રચના આઠમાં માળથી થોડી અલગ હતી. ભંવર
લાઇબ્રેરીના
કબાટ પાસે સંતાઈ
જોવા પ્રયત્ન કરી રહ્યો હતો. અહીં સર્વ કર્મચારીઓ બેહોશ થઈ ચૂક્યા હતા. ફ્લેશબેંગની અસર ઓછી
થતાં ભંવરને ચોથી માનવકૃતિ દેખાઈ. એક જણ પરસાળમાં
આંટા મારી રહ્યો હતો.
અન્ય ત્રણ કમ્પ્યુટર પર લાગેલા હતા.
“નાઇટ
વિઝન.” ભંવર બબડ્યો. તેણે ધ્યાનથી તેમના માસ્કમાં જોયું. માસ્કની અંદર જરૂર
તેઓએ નાઇટ વિઝન
ગોગલ્સ પહેર્યા હોવા
જોઈએ તો જ આટલી સરળતાથી તેઓ હાલીચાલી શકે.
નાઇટ
વિઝન ચશ્મા શરીરની ગરમીને ડિટેક્ટ કરે છે. શરીર પર કપડાંના આવરણના
કારણે ઉપરની ત્વચા ગરમ રહેવાની. અત્યારે જગ્યાનું તાપમાન ૧૩ ડીગ્રી હતું. ઠંડીમાં નાઇટ વિઝન
ચશ્માથી કપડાના કારણે
માણસની કાયા આસાનીથી જોઈ શકાતી. ભંવરે
તેની બંદૂક નિકાળી. પછી
સમગ્ર ક્ષેત્રની ગણતરી માંડી લીધી. તેનાથી ૩૦
કદમ ડાબી તરફ
કોન્ફરન્સ રૂમનો દરવાજો હતો. તેની વિરુદ્ધ દિશામાં પચાસ કદમ ત્રણ જણ કમ્પ્યુટર પાસે ઊભા
હતા. એક જણ ડાબી તરફના આપાતકાલીનદ્વાર
તરફ જઈ રહ્યો હતો. હજુ
એક માણસ
હોવો જોઈએ. ભંવરને લાગ્યું. જે
દેખાય ન હતો રહ્યો.
ભંવર તેમની નજરે ન ચડી છૂપી રીતે કોન્ફરન્સ
રૂમમાં કાગળીયા
નીકાળવા તૈયાર
થયો. તેની યોજના એવી હતી કોન્ફરન્સ
રૂમમાં જઈ,
ડોક્યુમેન્ટ નીકાળી હાઉસકીપિંગ વાળી લિફ્ટથી અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જતો રહેશે.
ત્યાંથી સીધા બ્હાર. આ
માટે તેનું નાઈટ વિઝન ચશ્મામાં
ન દેખાવું જરૂરી હતું. ભંવરે કપડા
ઉતાર્યા, ઠંડીના કારણે તે ધ્રૂજવા લાગ્યો. આંતર વસ્ત્રો ઉતારતા સાથે આખું
શરીર ઠંડીમાં કડક બનવા લાગ્યું. આટલું કર્યા પછી પણ નાઇટ વિઝન ગોગલ્સથી બચી શકાય એમ ન હતું. નાક, હૃદય, બગલ અને જનનાંગ પ્રદેશની ઉષ્ણતા ચશ્માંમાંથી જોઈ શકાતી. એટલો રિસ્ક તો તેણે લેવો
જ રહ્યો.
ભંવર
કબાટથી બ્હાર
નીકળ્યો. જમીન પર
લસરતા તે કોન્ફરન્સ રૂમ તરફ જવા લાગ્યો. એકાએક રિસેપ્શનથી અંદર ગોળીઓ છૂટવાનો અવાજ
આવ્યો. ભંવર જમીન પર સૂઈ ગયો. પ્રથમ કમ્પ્યુટર પર કામ કરતી વ્યક્તિને છાતીમાં ગોળી લાગી. બીજી વચ્ચે ઉભેલા માણસને વાગી. ત્રીજો
આપોઆપ નીચે નમ્યો. જેમને ગોળી વાગી તે બંને નીચે પડ્યા, પ્રથમ કમ્પ્યુટર પર જે વ્યક્તિ
હતી, તે ગોળીના ફોર્સના
કારણે પાછળ ધકેલાઇ અને
પછી નીચે પડી. તેનું માસ્ક
નીકળી ગયું. તે
એક સ્ત્રી હતી. ગોળીબાર
કરતો માણસ મેડિકલ રૂમમાં સંતાઈ ગયો. તે રોનાલ્ડ હતો.
વોશરૂમના
પાર્ટીશનમાંથી પાંચમો જણ બ્હાર આવ્યો. તેણે આગળ સ્મોક બોમ્બ
ફેક્યો. ગેસ
છૂટવાનો અવાજ આવતા રોનાલ્ડે
મેડિકલ રૂમનો દરવાજો બંધ કર્યો. દરવાજા નીચે કિનારીમાંથી ગેસ પ્રસરવાની સંભાવના રહી હતી. જો તે અહીંથી બ્હાર નીકળવામાં
સફળ ન થયો તો થોડી
જ વારમાં ગેસની અસરથી ભાન ગુમાવી દેશે. તેણે જ્યારે ત્રીજી ગોળી ચલાવી ત્યારે એક આદમી નીચે બેસી
બચી ગયો હતો. ‘જો હું તેને હટાવી દઉં તો કોન્ફરન્સ રૂમ જઈ
શકું. તેને ભંવરનો ખયાલ આવ્યો. ‘જો અહીંયા આ ત્રણ ઉભા હતા તો વૃશ્વિક ક્યાં ગયો? શું તે આઠમાં માળે બેભાન થઈ ગયો હશે
કે પછી કોન્ફરન્સ રૂમમાંથી સિકરેટ્સ લઈ
ભાગી ગયો હશે?
મારે સૌથી પહેલા કોન્ફરન્સ રૂમ તપાસવા
જવું પડશે. જો વૃશ્વિક
આપણાં ગુપ્ત સંશોધનો અમેરિકાના હવાલે કરી દે તો મુશ્કેલી ઊભી થઈ શકે. જીવના જોખમે
પણ કોન્ફરન્સ રૂમ સુરક્ષિત કરવો પડશે. તે માટે અહીંથી બ્હાર નીકળવું
જરૂરી છે. ધુમાડામાં આ
લોકો નાઇટ વિઝન ગોગલ્સથી જ
જોઈ શકતા હોય. તેમની નજરે ન ચઢવા
કંઇક કરવું પડશે. રોનાલ્ડ મનોમંથન કરી રહ્યો હતો. શું
કરી શકાય? તે ગુંચવાયો. બ્હાર ધુમાડાની અસર
વધી રહી હતી.
ધુમાડો મેડિકલ રૂમ આગળ આવવા લાગ્યો હતો. કમ્પ્યુટર પાસે ઉભેલો વ્યક્તિ બંદૂક સાથે તૈયાર ઊભો હતો.
વિચાર-વિમર્શ કરતો રોનાલ્ડ તેની પત્નીને યાદ
કરવા લાગ્યો. તેની દીકરીને યાદ કરી. તેના ઘરે જન્મદિવસની ઉજાણી કરવા આવ્યા ત્યારે છેલ્લે
મળ્યો હતો. આવું કઈક થવાનું છે, એવી ખબર હોત તો જરૂર એકવાર દીકરી-પત્નીને મળી આવ્યો
હોત. અહીંથી બ્હાર નીકળતા શું થશે, એના વિષે કઈ ખ્યાલ ન હતો.
ધુમાડામાં તે બેભાન થઈ શકે છે અથવા તો દુશ્મનની ગોળીનો શિકાર પણ બની શકે છે. મોતને
પડખે ભાળતા તેને તેની મૃત મિત્ર ગીતાંજલી યાદ આવી. જન્મદિવસની ઉજાણીમાં તે એના આગળ
ખોટું બોલ્યો હતો કે ભંવરના ફોનમાં જે અશ્લીલ ચેટ હતી તે તેણે કરી હતી. જ્યારે તે
જાણતો હતો ભંવર બ્હાર અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધમાં હતો. જો ત્યારે ભંવરને ખુલ્લો
પાડી દીધો હોત તો આજ કદાચ ગીતાંજલી જીવતી હોત. શાઓના મિશન જેમ સૌને સુરક્ષિત
રાખ્યા એમ અત્યારે સૌને તે સુરક્ષિત રાખી શકી હોત. એ થી પણ વધુ તે એની સારી મિત્ર
હતી. તેના જૂઠના કારણે ગીતાંજલીએ પોતાનો જીવ લીધો હતો. આ વાતનો અફસોસ થઈ રહ્યો
હતો.
“સોરી, ગીતાંજલી. I’m really, I am. જો આજે હું તારી પાસે આવીશ તો ચોક્કસ
રૂબરૂમાં માફી માંગીશ. તારા જવાથી મેં જીવનમાં બહુ મોટી ખોટ ખાધી છે. તારી કમી કોઈ
વ્યક્તિ કે સમય/સંજોગ પૂરી ન કરી શકે. જો તારો અને એનો સંબંધ તને આત્મહત્યા કરવા
સુધી લઈ જઈ શકે એમ હોત તો હું બધુ જ તને સાચે સાચું કહી દેત પણ હું અજાણ હતો.
ભંવર સાથેની મિત્રતા જાળવવામાં, તમારો સુખી
સંસાર ભેગો રાખવામાં હું જુઠ્ઠું બોલ્યો...(તેની આંખે ઝળઝળિયા આવ્યા) મેં તારું
ખૂન કરી નાખ્યું ગીત...(કહેતા તે રડી પડ્યો) અત્યારે એની સજાએ હું મરી જાવ તો પણ
મને અફસોસ નહીં થાય કારણ કે મારા દિલમાં તારા માટે ફક્ત પ્રેમ છે. તારા માટે એવા
હજાર વૃશ્વિકની મિત્રતા કુરબાન છે બસ, એક તારી મિત્રતા હાટુ.
તું મારી મિત્ર હતી અને છો અને તું એક હોંશિયાર સુંદર છોકરી હતી. જે હંમેશા ચપળ
અને તેજ હતી. જેને જોઈને હું આગળ વધવા પ્રેરણા મેળવતો હતો. તું મારા જીવનમાં બહુ
ખાસ છું. ભગવાન મને તારી પાસે બોલાવે અને તને શાંતિ અર્પે.” રોનાલ્ડ હળવેથી બોલ્યો
અને ઇસુ ભગવાનને યાદ કરવા લાગ્યો.
તેણે પછી તેની પત્નીને વિડીયો
કોલ કર્યો. આંખેથી આંસુ લૂછી,
મન મક્કમ કરી સ્વસ્થતા જાળવી રહ્યો હતો. તેની દીકરીએ તેનું,
મમ્મી-પપ્પાનું ચિત્ર બનાવ્યું હતું. તે દેખાડ્યું. તેની પત્નીએ તેને સ્મિત સાથે
મિસ યુ કહ્યું. મહાપ્રયત્ને આંખે આવતા આંસુ રોકી રહ્યો હતો,
કદાચ છેલ્લી વાર તેની પત્ની-દીકરીને તે જોઈ રહ્યો હતો. દરવાજા નીચેથી ધુમાડો અંદર
આવવા લાગ્યો. રોનાલ્ડે ફોન મૂક્યો. આંસુ લૂછયા અને બંદૂક નિકાળી.
*
પીરાણાથી
પોલીસ ગિફ્ટના પ્રથમ દ્વારે આવી ઊભી હતી. સૌએ રેસ્પીરેટર માસ્ક સાથે પ્રોટેક્શન
સૂટ પહેર્યો હતો.
તેમના ખભા પર ઓક્સિઝન ટેન્ક્સ ભરાવ્યા હતા તેઓ દિલદાર સિંહનો રસ્તો રોક્યો. દિલદારસિંહને ઓળખતા એક અફસરે માસ્ક ઉતાર્યું અને
પોતાની ઓળખાણ આપી. બાદ તેઓ રોનાલ્ડોની વાટ જોવા લાગ્યા.
આરવ
બાઈક લઈ ટાવર-IIના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવ્યો. તેણે એક વેન જોઈ, ઇમારતને
ઘેરેલો ધુમાડો જોયો. આ ધુમાડામાં કોઈ ઝેરી
દવા ન હતી. N2/O2 નિટ્રોક્ષથી
મિશ્રિત આ વાયુ ફક્ત ધુમાડાની પારદર્શીતા મિટાવાનું કામ કરતો હતો. રોનાલ્ડ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં
તેનો પીછો કરવા આવેલા માણસને ગોળી મારી ત્યારે તેનો અવાજ બ્હાર સુધી
સંભળાયો હતો. આરવએ
તરફ દોડતો આવ્યો.
અંડરગ્રાઉન્ડ
પાર્કિંગના ટેકરા પર આદમી નીચે પડ્યો હતો. ઉપરથી પગલાનો અવાજ સંભળાતા રોનાલ્ડ લિફ્ટ તરફ
ભાગી ગયો. નીચે પડેલી
વ્યક્તિ તેની બંદૂક લેવા
હાથ લંબાવી રહ્યો હતો. આરવે પિસ્તોલ
નીકાળી. તેના પગલાનો અવાજ
સ્પષ્ટ થતા વ્યક્તિએ સ્ટનગન પકડવા
હાથ પ્રસારયો.
આરવે તે જોયું.
“ડોન્ટ!” આરવ મોટેથી બોલ્યો અને હળવે-હળવે
તેની નજીક જવા લાગ્યો. “હળીશ નહીં. મારા હાથમાં બંદૂક છે.” આરવ બોલ્યો.
તે વ્યક્તિ ઢીંચને બેઠી થઈ. તેની સ્ટન ગન પાસે પડી હતી.
“તારી
ગન મારી બાજુ ફેંક!” આરવ બોલ્યો. તે વ્યક્તિએ એમ કર્યું.
“ગુડ. નાવ ગેટ અપ!”
તે
માણસ ઊભો થયો. આરવે તેના તરફ
બંદૂકનું નિશાન તાક્યું.
ટ્રિગર પર આંગળી તૈયાર હતી. આરવ તેને ગંભીર નજરે જોઈ રહ્યો હતો. તે માણસે કાળા રંગનો પ્રોટેક્સનસૂટ
અને રેસ્પીરેટર માસ્ક પહેર્યું
હતું. તે
પ્રોટેક્શન સુટ
ઉતારવા લાગ્યો. આરવને અજુગતું લાગ્યું. અંદર શું હશે જાણવાની ઈચ્છા તો હતી પણ જો
કંઈક જાનલેવા વસ્તુ નીકળે તો?
જેમકે બોમ્બ અથવા
કોઈ હથિયાર.
“ઓય, ઓય આ
શું કરે છે?” તેના તરફ બંદૂક
તાકી રાખી આરવે પૂછ્યું.
“રિલેક્સ, ગરમી લાગે છે.” માસ્કમાંથી અવાજ આવ્યો. આરવ ચૂપચાપ
જોઈ રહ્યો. તે બે
કદમ પાછળ ખસ્યો.
તે
વ્યક્તિએ સુટ ઉતાર્યો. અંદર બુલેટપ્રુફ જેકેટ પહેર્યું
હતું.
તેણે બુલેટપ્રુફ જેકેટ પણ ઉતાર્યું. જેકેટના પાછળના ભાગ પર
રોનાલ્ડની ગોળીનું નિશાન દેખાયું. તેણે જમીન તરફ જેકેટ ફેંક્યું. આરવ તેને જોઈ
રહ્યો વ્યક્તિએ
અંદર કાળા રંગની ટી-શર્ટ-કાળું
પેન્ટ પહેર્યું હતું.
પગમાં જાડા કાળા બુટ. આરવ
તેને નીચેથી ઉપર
જોવા લાગ્યો.
“જાંખવાની
ટેવ હજી તારી નથી ગઈ, હૈ ને?” માસ્કમાંથી
અવાજ આવ્યો.
“કોણ છે તું અને કેમ તમે લોકો અહીં
આવ્યા છો?” આરવે પૂછ્યું.
“આરવ બસ? સાવ આવું કરવાનું .ભૂલી પણ ગયો મને?”
“માસ્ક
ઉતાર.” તે
બોલ્યો.
“કેમ? અવાજથી નથી ઓળખી શકતો મને?”
“છેલ્લી વાર પૂછું છું, તું માસ્ક ઉતારે છે?” આરવ ગિન્નાયો.
“How rude. તારા
સિનિયર્સને ‘તું’ કહીને તું બોલાવે છે! ક્યાં ગયા તારા મેનર્સ?”
આરવનો
પિત્તો ગયો.
જ્યારથી
તેણે ટાવર-IIને ધુમાડાથી ઢંકાયેલો જોયો ત્યારથી ઘણો ગૂંચવાયો
હતો. શું ચાલી રહ્યું હતું, કંઈ
ખબર ન હતી પડતી. કાળા
સૂટ અને માસ્કમાં આ જે
માણસ દેખાય આવ્યો, તે
શાંતિથી જવાબ આપવાના બદલે ઉટપટાંગ દલીલો કરી રહ્યો હતો. તે રોષે ભરાયો.
“માસ્ક ઉતારે
છે કે નહીં?” મોટી રાડ નાખી તે
બોલ્યો અને બંદૂકનું નાકું ઢીક્કાની જેમ મારવા
આગળ વધ્યો.
“ઓકે, ઓકે. એક સેકન્ડ ઉતારું છું, ઉતારું છું. માસ્કમાંથી
અવાજ આવ્યો. આરવ
થંભયો. તે માણસે
માસ્ક ઉતાર્યું. તે
સ્ત્રી હતી.
માસ્ક
નીકળતા જ તેના બાંધી રાખેલા વાળ છૂટા થયા. હવા મહેસૂસ કરવા અધિરી બનેલી તે મહિલાએ માથું ધુણાવ્યું. તેના વાળ હવામાન
લહેરાયા.
તેણીએ ઝાઝો
મેકઅપ ન હતો કર્યો. જરાક
જેટલું આઈ લાઈનર અને હોઠ પર લિપસ્ટિક લગાવી હતી. તે આકર્ષક લાગતી હતી. એના લીસા રૂપાળા ગાલ પર હેત
વરસાવવાનું મન થઈ આવે.
તેની આંખોમાં અનંતતાની
ઊંડાણતા હતી. like cosmos. ઇન્ફીનિટી. આંખોમાં જુએ જ જાવ તો અનંત ચક્રમાં ફર્યા જ કરો. પ્રવાસ અટકે જ નહીં. ઘૂમિયા જ કરો. જેમ બ્લેકહોલમાં
અનંતકાળથી પરિવહન કરતા ગ્રહો અને તારાઓ.
“ઓ માય ગોડ! ધૈર્વી! તમે?” આરવ બોલ્યો. મહિલાના ચહેરા પર સ્મિત આવ્યું.
“કેમ, તું અહી શું
કરે છે?” તેણે પૂછ્યું.
“અરે હા, તમે શું કરો છો અહીંયા? હું આઇ.બી.માં છું. આ મારી ઓફિસ છે. એક આતંકી સંગઠન
ઇન્ડિયા પર અટેક કરવાની ફિરાકમાં છે. એમને રોકવાનું ઓપરેશન ibને ગિફ્ટમાં સોંપ્યું છે.”
“શું વાત કરે છે?” આશ્ચર્ય સાથે તેણે પૂછ્યું.
“હા, તમે આ જે હુમલો કર્યો. એમાં સામેલ છો?”
“What the hell! એક
મિનિટ.” કહી
તેણે ફોન નીકાળ્યો. દરમિયાન તે બોલી:”અમને ન હતી ખબર કે કોઈ
ઇન્ડિયન એજન્સી હશે માટે સ્ટ્રાઈક મારી.” આરવ તેને સાંભળી રહ્યો. તે અને ધૈર્વી એક જ કોચિંગ ક્લાસમાં ભણતા હતા. આરવ
આઇ.બી.માં લાગી ગયો પછી છૂટા પડી ગયા હતા.
ધૈર્વીએ કોલ
જોડ્યો:”હલો
સર, ધૈર્વી here. We need to stop this operation. Tower-II office is affiliated to ib india.” સામેથી
કંઈક પ્રતિકાર આવ્યો. ધૈર્વી સહમતી દર્શાવી રહી: “યસ સર. ઓકે
સર. હા, આઇબીનો એક અફસસર મારી સાથે જ છે.” તેણે ફોન પર કહ્યું. સામેથી જવાબ આવ્યો. એણે
વાત પતાવી કોલ મૂક્યો. પછી
આરવ સામે જોયું.
“તું આઇપીએસ પરમારને ઓળખે છે?”
“હા.” આરવ બોલ્યો.
“તેમને કોલ લગાવ. જલ્દી!”
“હા
પણ થયું શું છે?”
“અમને લાગ્યું હેકર્સ ભેગા થઈ, અહીં
કઈક મોટું પ્લાન
કરી રહ્યા છે. માટે જગ્યા તપાસવા અમારે આવું પગલું
ભરવું પડ્યું.
અત્યારે માણેકસર
સાથે વાત કરી તેમણે મને કહ્યું હાજર ઉભેલા અધિકારી પાસે ips પરમારને કોલ કરી આ વાત જણાવો અને તેમણે
જેમ કહે એમ આગળનું એક્શન લો.”
આરવ ધૈર્વીની સામે જોઈ રહ્યો હતો. કોચિંગમાં તે અલગ લાગતી હતી અને અત્યારે ઘણી અલગ
દેખાઈ રહી હતી. આરવને તેની વાત કરતાં વધારે રસ તેને જોવામાં હતો.
દરમિયાન
પ્રવેશદ્વાર પાસે દિલદારસિંહ
પોલીસની ટુકડી સાથે ઉભો હતો. રોનાલ્ડની પ્રતીક્ષા કરતા દસ મિનિટ વીતી ગઈ હશે. ટાવર-II ધુમાડામાં લપેટાઇ ગયેલો દેખાઈ રહ્યો હતો. દિલદારસિંહ ટાવર-II જવા
અધીરો થઇ રહ્યો હતો. કમિશ્નર સાહેબશ્રીની
કચેરીથી આ પોલીસકર્મીઓ આવ્યા હતા. તેમણે રાહ જોઈ ઉભા રહ્યા હોય તો કંઈક કારણ હશે. ત્યાં જવાનો સુજાવ આપવો અયોગ્ય
લાગી રહ્યો હતો. તે
મૌન રહ્યો. આ
તરફ અમદાવાદથી આવેલા પોલીસકર્મીઓ પણ અંદર જવા માંગતા હતા. તેઓએ દિલદારસિંહ વિશે ઘણું સાંભળ્યું
હતું. તે
ખરો હિંમતવાન અને નીડર પોલીસકર્મી હતો. જાણ મળતાં સાથે જ તે ગિફ્ટ સિટી આવવ નીકળી ગયો. એટલી તેનામાં ચપળતા હતી. જો તે અહીં રોનાલ્ડ નામના માણસની
વાટ જોતો હોય તો
જરૂર કંઈક કારણ હશે.
માટે અન્ય કોઈએ પણ આગળ
જવાનું નામ ન લીધું.
સૌ પોલીસકર્મીઓ અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા.
કોણ હતો આ રોનાલ્ડ? કેમ
એની રાહ જોવામાં આવી રહી છે? શું
એને ભાન નથી પડતું અહીં આવો હુમલો થયો હોય અને તે બહાર ફરે છે? આ બધી ચર્ચાઓની વચ્ચે એક
પોલીસકર્મીને લાગ્યું
અહીં આપણે ખોટો સમય બગાડી રહ્યા છે ત્યાં જઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવવો જોઈએ તેણે
તેનો મત મુક્યો.
“સાયેબ, રોનાલ્ડસાયેબ આવશે
તો એ પણ અંદર જ જશે
ને? અહીં એમની રા’ જોવા કરતાં ત્યાં જઈને રા’ જોઈએ તો કેવું રહેશે? ત્યાં કોઈકની જાન બચાવી શકીશું.” દિલદારસિંહ અને અન્ય
અફસરોએ તેની સામે
જોયું. સૌને
તેની વાત સાચી લાગી.
“હા, એવું કરી શકાય.” અન્ય એક અફસર બોલ્યો.
“ઠીક છે. શું કહેવું?” ઇન્સ્પેક્ટર મિન્નલે દિલદારસિંહને કહ્યું.
“હા, હા,
ચોક્કસ જઈએ.” દિલદારસિંહે સહમતી આપી.
“સારુ. બધા પોતાના માસ્ક અને સુટ પહેરી
લો. મિન્નલે કહ્યું. તે દિલદારસિંહ પાસે આવ્યો:”આ એક એક્સ્ટ્રા માસ્ક છે. તમે રાખો.”
“થેન્ક્સ.” દિલદારસિંહે માસ્ક
લીધું અને બાઈક પર સવાર થયો. અન્ય પોલીસકર્મીઓ જિપ્સીમાં બેઠા. સૌ ટાવર-II જવા
લાગ્યા.
*
ધુમાડો ધીમે ધીમે મેડિકલ રૂમમાં આવી રહ્યો હતો. લાગણીઓમાં વહીને આંસુ સારવાનો કે સંતાપવાનો સમય ન
હતો. નાઇટ
વિઝન ગોગલ્સમાં ડિટેક્ટ ન થવા તેણે બુટ-મોજા અને તેના કપડાં ઉતાર્યા. રોનાલ્ડ આગળ વધવા તૈયાર થયો. તેણે ઊંડો
શ્વાસ ભર્યો બાદ હળવેથી દરવાજો ખોલ્યો. ઢીંચણે
ચાલતા તે બ્હાર
નીકળ્યો.
પ્રવેશદ્વારથી લિફ્ટના લોબી વિસ્તારમાં આવ્યો. ઊભો થઈ તે સીડીઓ તરફ ભાગ્યો. બ્હાર સારી હવામાં આવી શ્વાસ
છોડ્યો. અહીં તેને સારું
લાગી રહ્યું હતું.
અંદર ધુમાડામાં તેને બિલકુલ ઘેન ચડ્યુ ન હતું અથવા કોઇ અસર ન થઈ. આ વાત જરા અજુગતી લાગી. તેમની પાસે બેભાન કરવાના સ્મોક બોંબ્સ પતી
ગયા હતા. માટે તેણે
ફ્લેશબેક નાખ્યો હતો. જે
ફક્ત સફેદ ધુમાડો ફેલાવતો. કપડા ઉતારવાનો રોનાલ્ડને ફાયદો એ થયો કે નાઇટ વિઝન ગોગલ્સમાં
તે ન હતો દેખાતો, અંદર ઊભેલા ત્રણેય તેને જોઈ ન શક્યા.
અંદર કોન્ફરન્સ રૂમમાં ભંવર પહોંચી ગયો
હતો. તેણે
કબાટમાંથી સિરમ અને એરક્રાફ્ટની ફાઇલ્સ નિકાળી.
તેણે ધીરેથી દરવાજો ખોલ્યો. ઢીંચણે ચાલતો તે પુસ્તકાલયના
કબાટે સંતાયો. ત્રણ જણ કમ્પ્યુટર
પાસે ઉભા દેખાયા.
ધુમાડાની અસર ઓછી થઈ રહી હતી. લાઇબ્રેરીમાં આછો ધુમાડો પ્રસરેલો હતો. ભંવર પાછો વળ્યો. ફાઇલ્સ ડાબા હાથે
પકડી છાતીસરસી ચાંપી અને
અન્ય હાથમાં સુટકેસ લઈ, વગર
કોઈ અવાજે તે આપાતકાલીન માર્ગ એટલે કે જમણી તરફ આવવા લાગ્યો.
ભંવરને થોડી નિરાંત થઈ. એક મોટું જોખમ ટળી ગયું હતું. તે કપડા લેવાનું ભૂલી ગયો હતો. અત્યારે નગ્ન અવસ્થામાં હતો. આવી પરિસ્થિતિમાં બ્હાર નીકળવું
વિચિત્ર લાગી શકે.
છતાં, પાછળ ફરી રસ્તો જોવાની હિંમત ન થઈ. તે આગળ
ચાલતો પુસ્તકાલયમાં આવ્યો. દરવાજા તરફ જાય એ પહેલા અત્યંત ગતિમાં શક્તિશાળી મુક્કો ભંવરના મો ઉપર આવ્યો. અચાનક વાગેલા પ્રહારે તેને લગભગ નીચે પાડી દીધો. તે પડી જ ગયો હતો પણ સૂટકેસને
જમીન પર ટેકવી ઊભો થઈ
ગયો.
તેની સામે મુઠ્ઠીવાળી
રેસલર જેમ રોનાલ્ડ ઊભો
હતો. ભંવરે સુટકેસ-ફાઈલ નીચે મૂકી. લમણામાં વાગેલા મુક્કાથી
તેને આંખે અંધારા આવી ગયા. તેણે સામે
જોયું નહીં કોણ ઊભું હતું. તેણે બે
હાથની મુઠ્ઠી વાળી.
રોનાલ્ડ તેની
સામે ઊભો રહ્યો. ભંવરની આવી
પ્રતિકાત્મક ચેષ્ટા જોઈ રોનાલ્ડને વિશ્વાસ બેસી ગયો ભંવર અમેરિકા માટે જ ફાઇલ અને સિરમ લેવા આવ્યો હશે. આખા હુમલા
પાછળ એફ.બી.આઈ. જવાબદાર હશે. રોનાલ્ડે અનુમાન લગાવ્યું. ધુમાડાની અસર ઓછી થઈ રહી હતી.
ટાવર-IIના અગિયારમાં માળના પુસ્તકાલયમાં
દુનિયાની સર્વશ્રેષ્ઠ ૨ ગુપ્ત
સંસ્થાઓના ૨ ઉચ્ચ ઔદાના કર્મચારીઓ નગ્ન અવસ્થામાં રેસલિંગ જેમ બાજવા
માટે એકબીજાની સામસામે ઉભા હતા.
*
“ઓકે
સર. યસ સર.” આરવ ફોન પર આઇપીએસ પરમાર સાથે વાત
કરી રહ્યો હતો. તે
અને ધૈર્વી વેન
પાસે આવી ગયા હતા.
બંને રીક્ષા ઉભી રખાવી દેવામાં આવી હતી તેમાંથી છૂટતું ધૂમાડો બંધ થયો. છતાં, ટાવર-IIપર સફેદ ચાદર હતી. ૧૨થી૧૫ મિનિટ સુધી આજ સ્થિતિ રહેવાની. ધૈર્વીએ અન્ય વેણ પાસે ઉભેલા માણસને આ તરફ બોલાવી લીધો. તે લોકોને ન’તી ખબર આગળ શું કરવાનું છે? આઇ.પી.એસ. પરમાર આરવને ફોન પર સૂચના આપી રહ્યા હતા. ધૈર્વી અને અન્ય અફસર તેને જોઈ રહ્યા હતા. કોલ
પૂર્ણ થયો.
“શું કહ્યું?” ધૈર્વીએ પૂછ્યું.
“ટાવર-Iમાં જવાનું છે. એડમીન ઓફિસ.” આરવ બોલ્યો
અને એ તરફ ચાલવા લાગ્યો. ધૈર્વી તેની
પાછળ ગઈ:
“ત્યાં કેમ?”
“એડમીન જ આ મારામારી શાંત કરી શકશે.” કહેતા આરવ દોડ્યો.
ટાવર-I&II
વચ્ચે નાનો માર્ગ હતો. આરવનેને ખ્યાલ ન હતો ટાવર-IIમાં અંદર શું પરિસ્થિતિ હતી. તે ટાવર-I પાછળના પ્રવેશદ્વાર પાસે આવ્યો. દરવાજો બંધ હતો, તેણે ટકોરા માર્યા અને બોલ્યો:“ખોલો
દરવાજો!”
ટાવર-IIની હાલત જોઈ એડમીને ટાવર-Iના સર્વ પ્રવેશ માર્ગ બંધ કરી દીધા હતા. ઘણા ટકોરા કર્યા, દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ન
ખૂલ્યો.
“હું આઇ.બી.માં કામ કરું
છું.
દુશ્મન નથી. અટેક રોકવા મારે
એડમીનને મળવું પડશે.
પ્લીઝ દરવાજો ખોલો.”
આરવે ટકોરા મારતા કહ્યું. થોડીવાર
રાહ જોઈ પણ દરવાજો ન ખૂલતાં તે ફરી બોલ્યો:“open the door!”
પાછળ ઉભી ધૈર્વી તેને જોઈ
રહી હતી.
દરવાજો ન ખૂલ્યો.
એડમીન ઓફિસમાંથી ત્રણ જણ સીસીટીવીમાંથી બંનેને જોઈ રહ્યા હતા. ધૈર્વીની નજર
સીસીટીવી પર ગઈ.
તેણે આરવને રોક્યો.
પોતાનું આઇ.ડી.કાર્ડ
નિકાળી સીસીટીવી કેમેરા સામે દેખાડ્યુ.
કેમેરાથી નિગરાની કરી રહેલા એડમીને જોયું. બાદ આરવે તેનું આઈ.ડી.કાર્ડ બતાવ્યું અને બોલ્યો” નાવ ઓપન ધી ડેમ ડોર!”
એડમીનને ખ્યાલ આવ્યો આ લોકો સાછે જ ભારતીય સંસ્થાના કર્મચારીઓ છે. તેણે પાછળના પ્રવેશદ્વારે ઉભેલા
સુરક્ષાકર્મીને વોકી-ટોકીથી જણાવ્યું:”તે બંનેને મારી પાસે લાવો. કોઈ ફાયર ના કરતા, ઓવર.”
“ઓકે સર, ઓવર.” સુરક્ષાકર્મીઓએ
દરવાજો ખોલ્યો.
ચાર
સુરક્ષાકર્મીઓ દીવાલ પાસે એક
લાઈનમાં ઊભા હતા.
તેમાંના બે જણ બંનેને એડમીન ઓફીસ તરફ લઈ જવા ગયા. આરવ આની
પહેલા પણ ટાવર એક આવી ચૂક્યો હતો. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર ‘વાઘ-બકરી ચા’ કાફે હતું. અહી ઉત્તમ
શ્રેણીની ચા મળતી, તે મોંઘી હતી. તેઓ ટાવર-Iમાં પ્રવેશ્યા. એથી આગળ જમણી તરફ વળાંક આવતો, ડાબી દીવાલે દરવાજો આવતો. જે હંમેશા
બંધ રહેતો. સુરક્ષાકર્મીએ તે દરવાજો
ખોલ્યો.
ત્યાંથી નીચે જવાની સીડીઓ હતી. એક સુરક્ષાકર્મી
આગળ હતો, તેમની પાછળ ધૈર્વી-આરવ ચાલી રહ્યા હતા. છેલ્લે અન્ય
એક સુરક્ષાકર્મી હતો. તેમણે પગથિયાં ઉતર્યા. નીચે બંધ કોટડી
જેવો વિસ્તાર આવ્યો. અંદર નાનો ખંડ
હતો.
સીડીઓની જમણી બાજુ દીવાલમાં લિફ્ટ હતી. અંદર જવા માટે
એક્સપ્રેસ જોઈતું. જે
ફક્ત સુરક્ષાકર્મીઓ પાસે હતું. સુરક્ષાકર્મીએ તેનું કાર્ડ સ્વાઈપ કર્યું. લિફ્ટ ઉપર આવી. તેઓ અંદર ગયા. પાંચ સેકન્ડ બાદ લિફ્ટ
બંધ થઈ.
અંદર કોઈ બટન ન હતું.
લિફ્ટ આપોઆપ એમને નીચે લઈ ગઈ. ઉપર જેવી જ નીચે બંધ કોટડીમાં તેઓ
આવ્યા. અહીં
મોટો દરવાજો હતો. દરવાજાની
પાસે દિવાલમાં કેમેરા અને માઇક ફીટ કર્યું હતું. સુરક્ષાકર્મીએ ત્યાં આવી બઝર દબાવ્યું અને
કેમેરા સામે ઊભો રહ્યો.
અંદરથી દરવાજો ખૂલ્યો.
દરવાજો ખુલતા વિશાળ ખંડ દેખાયો. જેની સામે દિવાલ પર ૩૨૦ જેટલી tv screen લગાવેલી
હતી.
જેમાં દરેક સી.સી.ટી.વી.નું પ્રસારણ થઈ રહ્યુ હતું.
વચ્ચેના ટેબલ પર ચાર કમ્પ્યુટર હતા. ડાબી અને જમણી બાજુના ટેબલ પર બે
કમ્પ્યુટરના સેટ લાગેલા હતા. અંદર કુલ નવ જણા હતા. દરેક કમ્પ્યુટર
પર એક વ્યક્તિ બેસી હતી. તેમની
પાછળ એડમીન ઉભો હતો.
એડમીન પાછળ ફર્યો.
સુરક્ષાકર્મી આરવ અને ધૈર્વીને
લઈ આવ્યા હતા.
“બોલો.” એડમીને કહ્યું.
“મારે આઇ.પી.એસ. પરમાર સાથે વાત થઇ. તમે જ ટાવર-2નો હુમલો રોકી શકો છો. આ લોકો આપણી
જ એક સંસ્થાના માણસો છે. આ
વાત જણાવવા ટાવર-IIમાં અનાઉન્સમેંટ કરવી
પડશે.
દરેક ફ્લોર પર અનાઉન્સમેંટ સ્પીકર
લાગેલા છે. તે સ્પીકરમાં સૂચના આપવાની
વ્યવસ્થા, માઈક સિસ્ટમ એડમીન પાસે જ હોય
માટે અમે તમારી પાસે આવ્યા છીએ.” આરવે
જણાવ્યું.
“આઇ.પી.એસ. પરમાર કોણ?” એડમીને પૂછ્યું.
“director of ib investigation
bureau india. આપણી
પાસે સમય ઓછો છે. તમે અમને અનાઉન્સમેંટ કરી
લેવા દો પ્લીઝ.” આરવ બોલ્યો.
“આ એકવીસમી સ્ક્રીન દેખાય છે?” એડમીને સીસીટીવી ફૂટેજ તરફ આંગળી
ચીંધી. તે આઠમો માળ છે. ત્યાં
બધા લોકો જમીન પર પડ્યા છે. ૩૮મી સ્ક્રીનમાં જુઓ. તે અગિયારમો માળ છે. ત્યાં પણ
બધા નીચે પડ્યા છે.”
એડમીને કહ્યું.
“આ બધાને તમે મારી નાખ્યા?” આરવે ધૈર્વીને
પૂછ્યું.
“ના, ના. ખાલી smoke bombs નાખ્યા છે એટલે બેભાન છે. ‘ને અમે સ્ટનગનનો યુઝ કરીએ છીએ. તમે અસલી ગન વાપરો છો માટે અમારે બુલેટપ્રુફ જેકેટ પહેરવા પડે છે.” ધૈર્વીએ જવાબ આપ્યો.
“આ જુઓ ગ્રાઉન્ડ ફ્લોર. બધા નીચે સૂતા છે. અગિયારમો
માળ બધા સુતા છે.
ફક્ત બે જણા ક્યારનાય ઝઘડી રહ્યા છે. અમે એ જ જોઇ રહ્યા છીએ. તેમના શરીર
પર એક કપડું નથી અને મારા હારા ઝઘડી રહ્યા છે.” એડમીને કહ્યું. આરવ અને ધૈર્વીએ ૩૨ અંકની સ્ક્રીન
જોઈ.
“એક સેકન્ડ! આ રોનાલ્ડ અને ભંવર છે
કે શું?” આરવ બોલ્યો.
“ખબર નહીં.” એડમીન બોલ્યો. તે
કોઈને ઓળખતો ન હતો.
“હા એ
જ બે લાગે છે. પણ
એ બન્ને અંદરોઅંદર કેમ લડી રહ્યા છે?” આરવે કહ્યું. મૌન છવાઈ ગયું.
*
ભંવરને ઝાંખું દેખાય રહ્યું હતું. તે ન હતો જાણતો સામે રોનાલ્ડ છે. રોનાલ્ડને લાગ્યું ભંવર આઇ.બી.ના સિકરેટ્સ ચોરી
કરવા આવ્યો છે. માટે
તે સામો પ્રહાર કરી રહ્યો છે. એક ક્ષણ ભંવરને લાગ્યું
તેની સામે અરીસો છે કે શું?
કારણ સામે રોનાલ્ડ પણ નગ્ન અવસ્થામાં હતો. બંનેમાં ઘણી તાકાત હતી. તેઓ રેસલિંગ કરી રહ્યા હોય એમ
ઝઘડી રહ્યા હતા. હજુ
તેમણે થાક્યા ન
હતા. ધુમાડાની અસર જતી રહી. હવે, બધુ સાફસાફ જોઈ શકાતું હતું. ભંવરને રોનાલ્ડનો ચહેરો દેખાયો. તેણે હાથ નીચે
કર્યા અને મૂંઝવણ સાથે બોલ્યો: રોનાલ્ડ... તું!?!”
ભંવરે તેનું માથું લોહીલુહાણ કરી નાખ્યું હતું. ક્રોધની
અગ્નિમાં તપી ઉઠેલો
રોનાલ્ડ આઈ.બી.ની ગુપ્તતા
જાળવવાની પરમ સીમા પર આવી ગયો હતો. તે દોડતો આવ્યો અને ભંવરને ધક્કો મારી નીચે પાડ્યો અને ધબાધબ તેના મો પર મુક્કા ખૂંદવા
લાગ્યો.
“જો...! મેં કીધું’તું ને? દાઢીવાળો પેલા ધોળિયાને(ભંવરને) પછાડશે. જોઈ લે...”
એડમીન
ઓફિસમાં ભંવર-રોનાલ્ડની
ટક્કર નિહાળી રહેલા કર્મચારીઓમાંથી એક તેના બાજુવાળાને બોલ્યો. જાણે કોઈ ખેલ કે રમત જોઈ
રહ્યા હોય એમ તે લોકો બંનેને ઝપાઝપી
કરતાં માણી રહ્યા હતા. જમણા કમ્પ્યુટર પર માઈક સિસ્ટમ ચાલુ કરવા માણસો મથી રહ્યા હતા. આરવે એ તરફ જોયું. પેલા બે
કર્મચારીઓનો સંવાદ તેને જરાય ન ગમ્યો. એનાથી પણ વધારે એ બાબત વિસંગત લાગી રહી હતી
કે બંને કપડાં ઉતારીને
લડી
રહ્યા હતા. એવી શું આફત આવી પડી કે
બંનેએ કપડાં ઉતારવાની જરૂર પડી ગઈ? આરવ વિચારવા
લાગ્યો. માઈક સિસ્ટમ તૈયાર થઈ. આરવ તેનું ભાષણ તૈયાર કરવા લાગ્યો.
ટાવર-IIમાં સૂચના સૂચના શરૂ થઈ:
“ગિફ્ટ ટાવર-IIના સૌ કર્મચારીઓ અને અણચિંતવ્યા આવી ગયેલા સી.આઇ.ડી. ઓફિસર્સ... (જાગૃત સૌ કર્મીઓ સૂચના સાંભળવા લાગ્યા) આપ
સૌ જે
ભયના કારણે વર્તી
રહ્યા છો, જે લક્ષ્યના કારણે અહીં આવ્યા છો તે
વ્યર્થ છે.
ગેરસમજના કારણે ઘટનાઓએ અન્ય રૂપ
ધારણ કરી લીધું છે. આપ સૌને વિનંતી કોઈની પણ સાથે ઝઘડશો નહીં. કોઈ હથિયારનો ઉપયોગ ન કરશો. હું આરવ મોનાણી ગિફ્ટ ટાવર-IIમાં આઇ.બી.માં ફરજ નિભાવું છું. આપ સૌને વિનંતી કરું છું, મહેરબાની કરી શાંતિ જાળવો. કોઈપણ પ્રકારના હથિયારોનો ઉપયોગ ન
કરશો. ખાસ
કરીને સ્મોક બોંબ્સ કે ફ્લેશબેંગ ક્યાંય ન નાખશો.”
ટાવર-II ના દરેક માળ પર આરવનો અવાજ ગુંજી
ઉઠ્યો. ભંવર-રોનાલ્ડ તેનો
અવાજ પારખી ગયા.
સમગ્ર બિલ્ડિંગમાં તે બંને અને સી.આઇ.ડી. કર્મચારીઓ જ ભાનમાં હતા.
“બે રોનાલ્ડ, હું ભંવર છું.”
“વૃશ્વિક તમે? અહીં કેવી રીતે? ખોટા આશ્ચર્ય સાથે રોનાલ્ડ બોલ્યો અને તે ભંવર પરથી ખસ્યો.
“દસ
મિનિટથી તું
મારી સાથે ઝઘડી રહ્યો છે અને હવે પૂછે છે? ભંવર
બોલ્યો.
“આ અનાઉન્સમેંટ સાંભળી?” વિષય બદલતા તે બોલ્યો.
“હા. મને બધું ઝાંખુ દેખાતું હતું. તેથી તને ઓળખી ન
શક્યો. તે
મને કેમ આટલો બધો માર્યો? મને
લાગ્યું તું પેલા માણસોમાંનો એક હઈશ.”
“અરે, મને પણ આંખે ઝાંખુ દેખાતું હતું. ઓળખી જ ન શક્યો તમને. ‘ને સાહેબ તમે મને માર્યો છે બહુ.
આ લમણેથી જોવો લોહી નીકળે છે. રોનાલ્ડ મુત્સદી
બનવાનો પ્રયત્ન કરતાં બોલ્યો.
“આપ સૌને વિનંતી કરું છું. ટાવર-II&I વચ્ચેના ‘એસેમ્બલી
પોઇન્ટ’ પર સૌ ભેગા થાવ. (ધૈર્વીએ આરવને
કાનમાં કંઈક કહ્યું.
ત્યારબાદ તેણે સૂચના યથાવત રાખી) એક મિનિટ,
સૂચનામાં થોડો બદલાવ છે.
આઠમાં માળ પર આપ સહુ એકત્રિત થાવ એ માટે વિનંતી કરું છું.” આરવે કહ્યું. “અને
વ્યવસ્થિત પોશાકમાં આવવા વિનંતી.” તેણે
ઉમેર્યું.
ગ્રાઉન્ડ ફ્લોર પર પોલીસ કર્મીઓએ પણ આ સુચના સાંભળી. એક અફસર બોલ્યો: “વ્યવસ્થિત કપડામાં આવવાનું
એટલે? ઇસ્ત્રી વાળા નવા કપડાં પહેરીને આવવાનું? શું કોઇની જાનમાં જવાનું છે?” તેનો સહકારમી હસ્યો.
અગિયારમાં
માળે cidના
સર્વઅફસરો, ભંવર અને રોનાલડે આ સાંભળ્યું
સી.આઇ.ડી.વાળા સૌ
આઠમાં માળે આવ્યા. ભંવરે અને રોનાલ્ડ(સિરમની સૂટકેસ અને ફાઇલ્સ લઈ) પોતાના વસ્ત્ર શોધવા ગયા.
વસ્ત્ર પહેર્યા બાદ ભંવર લિફ્ટ તરફ ગયો. ધુમાડાની
અસર જતી રહી હતી. cid કર્મચારીઓએ
તેમના માસ્ક ઉતાર્યા. હવે, તેઓ ઓછા જોખમી
લાગી રહ્યા હતા. અગિયારમાં માળેથી તેઓ આઠમા માળે આવ્યા. રોનાલ્ડ સિરમની સૂટકેસ અને
ડોક્યુમેન્ટ લઈ કોન્ફરન્સ રૂમમાં ગયો. કબાટમાં વ્યવસ્થિત સંતાડી, તાળું માર્યું. ચાવી લઇ તે નીચે આવ્યો.
આઠમા માળે લિફ્ટની લોબીમાં cid, ગાંધીનગર અને અમદાવાદ પોલીસ અને આઈ.બી.ના કર્મચારીઓ એકત્રિત થયા હતા. ઉપરાંત એડમીન અને અન્ય ત્રણ
સુરક્ષાકર્મીઓ હાજર હતા. આ સમગ્ર હુમલાનો મુખ્ય આગેવાન cidનો
ડિટેક્ટિવ ધ્યેય પંચાલ
હતો. જે આરવ સામે આરોપી જેમ ઉભો
હતો. તે તેના આ અટેક
વિષે ચોખવટ આપી રહ્યો હતો.
“અરે તો તમને લાગશે એટલે આખી
બિલ્ડિંગ પર હુમલો કરી દેશો?” આરવ
બોલ્યો. સૌ
સમજવા પ્રયત્ન કરી રહ્યા હતા શું ચાલી રહ્યું હતું? રોનાલ્ડ લીફ્ટમાંથી
નીચે આવ્યો. તે મોઢું ધોઈ આવ્યો હતો, ચહેરા પર ઇજાના ઘાવ દેખાઈ આવતા હતા. બે ક્ષણ સૌનું ધ્યાન તેના
પર ગયું.
“This is ridiculous!” આરવ બોલ્યો. અંદર ઓફિસમાં બેભાન થયેલા
કર્મચારીઓ ધીમે ધીમે સજાગ થઈ રહ્યા હતા. બે જણ બ્હાર આવ્યા. ઇમેન્યુઅલ રિસેપ્શનના ટેબલે ટેકો દઈ ઉભો
હતો.
“આ લોકો મન ફાવે એમ જીવે છે! આરવે એડમીનને કહ્યું.
“સર ફક્ત ગિફ્ટ સિટી ટાવર-II પર જ અમે અટેક નથી કર્યો.” ધ્યેય પંચાલ બોલ્યો. સૌનું ધ્યાન તેના પર ગયું. વાતાવરણમાં શાંતિ ફેલાઈ
ગઈ.
“શું?” આરવને ન ખબર પડી.
“આ
આદમીને(ભંવર તરફ આંગળી દર્શાવી) અમે
ચાર દિવસથી ગીફ્ટની બહાર નીકળતા ફોલો કરી રહ્યા છીએ. તે એફ.બી.આઇ.નો કેપ્ટન છે. પાછળથી જાણવા મળ્યું. વધુ
તપાસ માટે એક વેન અમે
એના ઘરે મોકલી દીધી છે.”
આરવ ગુસ્સાથી ઉકળી
ગયો.
“બે ડફોળ...! અત્યારે એ ઓપરેશન પર છે! આતંકીઓને
પકડવા પોલીસની મદદ કરી રહી છે! તેણે આક્રોશ
વ્યક્ત કર્યો. તે કોઈને ન સમજાયુ તે શું કહેવા માંગતો હતો.
રોનાલ્ડે ફોડ પાડ્યો.
“વૃશ્વિક ભંવર. તમે પીછો
કરી રહ્યા હતા એના ઘરે અમારી એક ડિટેક્ટિવ પોલીસની મદદ કરી રહી છે.” રોનાલ્ડે કહ્યું. હવે બધાને બરોબર
સમજાયું. ધ્યેય
ચૂપચાપ નીચે જોઈ
રહ્યો.
“ઉભો શું રહ્યો છે? ફોન કરીને રોક તારા માણસોને! o god!” રાડ પાડી
આરવ બોલ્યો. આરવનો ધ્યેય પરનો ગુસ્સો ધૈર્વીને જરાય ન ગમ્યો.
તે ન હતો જાણતો ધ્યેય કેવો માણસ હતો.
“યસ સર.” ધ્યેયએ કહ્યું અને
ફોન નીકાળ્યો.
*
તૃપ્તિએ પીસીમાં દરેક
આતંકવાદીઓના ફોટા અને માહિતી એકત્રિત કરી રાખી હતી. બાજુમાં લેપટોપમાં
લોકેશન ટ્રેક કરી રહી હતી.
તેણે પોરબંદર પોલીસ સાથે સંપર્ક કર્યો હતો ત્યાંથી જાણવા મળ્યું બેનામી નાવ જે મળી આવી
હતી.
તેમાંથી આતંકવાદીઓ આવ્યા હોય તેવી શક્યતા છે.
પોલીસ કર્મીઓએ પોરબંદરના દરેક પબ્લિક સ્પોટ પર
પોલીસ જવાનોને ખડેપગ કરી
દીધા.
ઠેરઠેર પોલીસકર્મીઓ બાજ નજરે નિરીક્ષણ કરી રહ્યા હતા. આતંકવાદીઓના ફોટા તૃપ્તિએ પોરબંદર પોલીસને
મોકલી દીધા હતા. તેઓ
ધ્યાનથી શોધ કરી રહ્યા હતા. તૃપ્તિને લાગતું હતું, આતંકવાદીઓ ગિરનારને ટાર્ગેટ કરશે. પોરબંદરથી જ ઉતરીને પોરબંદરમાં જ
હુમલો કરે તેવી શક્યતા તેને ઓછી લાગી રહી હતી. તેણે જુનાગઢ પોલીસને જાણ કરી. જુનાગઢ પોલીસ ભવનાથની તળેટી
વિસ્તારની
પોલીસ ચોકીએ હાજર પોલીસકર્મીઓને
પરિસ્થિતિથી પરિચિત કર્યા. તળેટીના પોલીસકર્મીઓ ભવનાથની તળેટીના મેદાન પર આવ્યા, જ્યાં ઉજાણી માટે લોકો ભેગા થતાં. ત્રણ
અફસર ભવનાથ
મંદિરે ગયા.
સાંજનો સમય થવા આવ્યો હતો. ખાસ્સી ભીડ હતી. મુખ્ય માર્ગ વચ્ચે
ડિવાઈડરની જગ્યા પર લોકો ચટાઈ પાથરી નાસ્તા અને જમણ કરી રહ્યા હતા. ચબુતરા પાસે અઢળક લારીઓ અને food van હતી. જ્યાં વિભિન્ન પ્રકારના ફાસ્ટ ફૂડ
ઉપલબ્ધ હતા.
ઠેરઠેર લોકો વિશિષ્ટ આહારની ઉજવણી કરતા દેખાઈ રહ્યા હતા. હજુ સુધી કંઈ શંકાસ્પદ ધ્યાનમાં ન
હતું આવ્યું.
તૃપ્તિ ભંવરના ઘરેથી સતત પોલીસકર્મીઓના સંપર્કમાં હતી. તેના કમ્પ્યુટર ટેબલ પર ભગવાન
શ્રીકૃષ્ણની નાની પ્રતિમા હતી. તેણે તે જોઈ. કમ્પ્યુટરની સ્ક્રીનમાં તળેટી વિસ્તાર નો નકશો ચાલુ હતો.
જુનાગઢથી તળેટી જવા માટે લાંબો રસ્તો હતો. તળેટીની સહેજ
પહેલા વચ્ચે જગત વિખ્યાત દામોદર કુંડ આવતું. એકાએક તૃપ્તિને સૂઝ્યું:
“હલો... ઇન્સ્પેક્ટર, હલો.”
“યસ મે’મ.”
“દામોદર
કુંડ કોઈ અફસર
ગયા છે?”
“દામોદર કુંડ...? ના. મે’મ. અમે આયા તળેટી વિસ્તાર અને ભવનાથ મંદિર આસપાસ તપાસ કરી રહ્યા સી.”
“તમે પ્લીઝ એકવાર દામોદર કુંડ જઈ
આવો અને જોઈને કહો ત્યાં શું સિચવેશન છે.” તૃપ્તિએ કહ્યું.
“યસ મે’મ.”
ઇન્સપેક્ટરે કહ્યું અને અન્ય એક પોલીસકર્મીને લઈ દામોદર કુંડ
જવા બાઈક
નીકાળ્યું.
“હું તમને કેટલા ફોટોઝ મોકલી રહી
છું. જો
એવા ચહેરાવાળા કોઈ શખ્સ
તમને દેખાઈ આવે તો ચેતીને
એક્શન લેજો.”
“જી મે’મ.” અફસરે કહ્યું.
તૃપ્તિએ ગુલશોખ હબી સહિત ત્રણ
આતંકીઓના ફોટોઝ એક મેઈલમાં
ભેગા કર્યા અને તેમના વરનો ટાંકયા. આ
તરફ ટાવર-IIમાં રોનાલ્ડ તૃપ્તિને કોલ કરી cid થી આવતા માણસોથી ચેતવવા માંગતો હતો પરંતુ તેનો ફોન વ્યસ્ત આવતો હતો. ધ્યેય પંચાલ તેણે મોકલેલા અફસરને કોલ
કરી રહ્યો હતો. સી.આઈ.ડી. અફસર કોલ ન હતો ઉઠાવી રહ્યો.
દામોદર કુંડ આવી ગયા બાદ પોલીસકર્મીઓને તૃપ્તિના મેઈલની પ્રતીક્ષા
કરી રહ્યા હતા. તૃપ્તિ છેલ્લા આતંકીનું વર્ણન લખી રહેવા આવી. મેઈલ
લગભગ તૈયાર થઈ ગયો હતો. એ જ ક્ષણે ઘરના બારણે ટકોરા થયા. તૃપ્તિ અજાણ હતી કોણ આવ્યું હતું. ફરીથી જોરથી બારણે ટકોરા થયા અને
પછી બેલ વાગ્યો. તેનો મોબાઈલ
કમ્પ્યુટર સાથે જોડાયેલો હતો,
જેથી તેને ખ્યાલ ન આવ્યો રોનાલ્ડ કોલ કરી રહ્યો છે. ઉપરાંત જુનાગઢ પોલીસ સાથે કોલ
ચાલુ હતો. તે લોકો મેઈલની પ્રતિક્ષા
કરી રહ્યા હતા. મેઈલ સેન્ડ કરવામાં માઉસની એક ક્લિક કરવાની બાકી હતી. જો તેણે સેન્ડ બટન પર
ક્લિક કરી દીધું હોત તો મેઈલ પહોંચી જાત પણ દરવાજે આટલા બધા ટકોરા સાંભળી. તે ઊભી થઈ એ તરફ ગઈ. દામોદર કુંડ
ના પગથીયા પાસે ઉભેલા
બંને પોલીસકર્મી મેઈલની પ્રતિક્ષા
કરતા ઊભા રહ્યા.
*
(ક્રમશ:)
સી.આઇ.ડી.ના કર્મચારીઓએ
કેમ ટાવર-II પર હુમલો
કર્યો? તૃપ્તિ મેઈલ મોકલી શકશે કે કેમ?
આતંકીઓ જુનાગઢથી મળી આવશે કે નહીં? જાણીએ આવતા પ્રકરણમાં. આભાર.
વાંચન ચાલું રાખો આગળનું પ્રકરણ વાંચવાં અહીં ક્લિક કરો:પ્રકરણ:૧૦ વિરક્તિ
Comments
Post a Comment