પ્રકરણ:૨ અવૈધ
આજે પવન ફૂંકાઈ રહ્યો હતો. જો બે મિનિટથી વધારે સમય કાન ખુલ્લા રાખી બ્હાર ફરો તો કાનમાં દુખવા લાગે, માથું ચડે અને શરદી લાગવાની સંભાવના પણ વધી જતી. વાહનો પસાર થતાં બંધ થઈ ગયા હતા. અજવાળું પોંઢવા લાગ્યું. આવી તીવ્ર ઠંડીમાં સૌ પોત-પોતાના ઘરમાં અને ગરમ વસ્ત્રોમાં લપાઈ ગ્યાં’તા. પંખીઓનો કલરવ સંભળાતો બંધ થઈ ગયો. આકાશ આખું સાફ. એક પક્ષી હવામાં નહીં. એક આદમી રખેપાતમાં આવ્યો. ખડકી ખુલવાનો અવાજ સંભળાતા અંદર હુક્કો ગગડાવતો ખેડૂત સજાગ બન્યો. તે ઊભો થઈ દરવાજા પાસે આવ્યો. જાળી પાસે ઉભેલા આદમીએ બંદૂક કાઢી અને સામે તાકી. પળ વારમાં ખેડૂતના કપાળમાં ગોળી ઉતારી દીધી. સૂતળી બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો, તે જમીન પર ઢળી પડ્યો, માથામાંથી પ્રસરતી રક્તધારા જમીન પર જર્જરિત રેખા બનાવા લાગી. આખી શ્રુષ્ટિ નિર્જન, નિર્જીવ અને નીરવ બની ગઈ હતી. જાડ પરથી એક પંખી પણ કશી હરકતમાં ન આવ્યું. એવી નિર્મમ ટાઢ પડી રહી હતી. સૂર્ય ઢળી ગયો, આદમી જતો રહ્યો, ગોવાળિયાની લાશ હિમ થતી રહી. * આરવ હાજર ઉભેલા પોલીસકર્મી પાસે આવ્યો અને પૂછ્યું શું થયું? હવાલદારે જવાબ આપ્યો:”ચોરીનો કેસ છે. આ ભાઈ સામે પેલા ખેતરમાં રે’ છે. ભે...