પ્રકરણ:૬ ફેરવેલ માય લવ...
પ્રકરણ:૬ ફેરવેલ માય લવ... “રામદયાલજી...” ખભેથી લીએનને ઊંચકી રહેલ ઉત્કર્ષ બોલ્યો: “અમારા પર ગોળીબાર કરવાવાળા આ લોકો કોણ છે ?” તેની બાજુમાં ઈમેન્યુઅલ ઊભો હતો. જમણી દિશામાં સ્નિગ્ધા અને એથી આગળ દેવર્ષી ઊભી હતી. ડાબી તરફ ગીતાંજલી અને એની આગળ યશવી-અરશ ઊભા હતા. પરોઢના ૩:૪૭ થઈ રહ્યા હતા. ઠંડીથી જાડની ડાળખીઓ-પાન સજ્જડ થઈ ગયા હતા. બરફીલી હવા નિસંવેદનશીલ બની વાઇ રહી હતી. સ્ક્વોડ સેવન ભારતીય સરહદથી ૩.૫ કી.મી. દૂર હતા. ચોપટા ઘાટિ પહોંચવા હજી એક ચઢાણ ચઢીને ઊતરવું બાકી હતું. સામે તરફથી ૬૦ સેકંડમાં છ ગોળીઓ અલગ ખૂણાએ( angle) થી આવી રહી હતી. રામદયાલજીને ખ્યાલ આવી ગયો હતો. એ લોકો કોણ હતા. તેમણે ગર્ત વિચારોમાં કડીઓ જોડવા લાગ્યા. એક બટાલિયન મદદે મોકલી શકાય ? એવું કરવામાં મુશ્કેલી એ હતી જો ત્યાં જાનહાનિ થાય અને ભારતીય સેનાનો એક પણ જવાન ચાઈનાની સરહદમાં...